૧૨૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ વિના બહારમાં સામાયિક, પ્રતિક્રમણ આદિ કરે છે, અને કોઈ શેઠિયા પ્રભાવના-લ્હાણી આપે તે લઈ, મને ધર્મ થયો છે એમ માની રાજી થાય છે. ઓલા શેઠિયા પણ પોતાને ધર્મ થયો માને હોં. પણ ભાઈ! ધર્મનું આવું સ્વરૂપ નથી. સામાયિક કોને કહીએ બાપુ! જેમાં સમતા અને વીતરાગતાનો લાભ થાય એનું નામ સામાયિક છે.
ભાઈ! ધર્મનો પંથ તદ્ન જુદો છે બાપુ! આવા બહારના ક્રિયાકાંડ તો એણે અનંતવાર કીધા છે, પણ એથી શું લાભ? આ તો સર્વ ક્રિયાકાંડના રાગને છોડી શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપમાં ઠરે તેને પચખાણ કહે છે અને તે ચારિત્ર છે. ભાઈ! એક સમયનું પચખાણ અનંત અનંત ભવને છેદી નાખે એવી એ અલૌકિક ચીજ છે. અહા! એની શી વાત! સ્વરૂપમાં ઠરી જાય એની શી વાત! એ તો અદ્ભુત આનંદકારી અલૌકિક દશા છે.
‘નિશ્ચય ચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કે- સમસ્ત આગામી કર્મોથી રહિત, ચૈતન્યની પ્રવૃત્તિરૂપ (પોતાના) શુદ્ધોપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન. તેથી જ્ઞાની આગામી સમસ્ત કર્મોનું પ્રત્યાખ્યાન કરીને પોતાના ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે.’
અહાહા....! જોયું? ધર્મી કહે છે- હું સદાય શુદ્ધ-ઉપયોગમાં વર્તું છું બેનના વચનામૃતમાં આવે છે ને કે-જેમ કંચનને કાટ ન હોય, અગ્નિમાં ઉધઈ ન હોય તેમ આત્મામાં અશુદ્ધિ, ઊણપ કે આવરણ નથી. અહા! આવો પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યપૂર્ણ પ્રભુ આત્મા છે અહાહા....? તેમાં એકાકાર લીન થઈ શુદ્ધોપયોગમાં વર્તવું રમવું તે પચખાણ છે. જ્ઞાની ધર્માત્મા પુરુષ આગામી સમસ્ત કર્મોને પચખીને ત્યાગીને પોતાના શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે, એક શુદ્ધોપયોગ પણે રહે છે હવે કહે છે-
‘અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવુંઃ- વ્યવહાર ચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન હોય છે. અહીં નિશ્ચયચારિત્રનું પ્રધાનપણે કથન હોવાથી શુદ્ધોપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષસ્વરૂપ છે. તે સર્વ કર્મચેતનાસ્વરૂપ પરિણામોનું- ત્રણેકાળનાં કર્મોનું -પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે, આ જ્ઞાનીનું કાર્ય છે.’
જુઓ, શું કહે છે? કે વ્યવહાર ચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ વગેરે હોય છે. અહા! આ શુભભાવરૂપ હોય છે અને તે પુણ્યબંધનું કારણ છે પણ અહીં, કહે છે, નિશ્ચયચારિત્રની પ્રધાનતાથી વાત છે. તેથી શુદ્ધોપયોગથી વિપરીત