Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3585 of 4199

 

૧૩૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

વળી કહે છે- ‘હું અવધિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

અવધિજ્ઞાનાવરણીય કર્મની એક જડ પ્રકૃતિ છે, તેના નિમિત્તે અવધિજ્ઞાનના અભાવમય જ્ઞાનની હીણી દશા છે. શું કીધું? અવધિજ્ઞાનાવરણીય કર્મ તે નિમિત્ત, અને અવધિજ્ઞાન રહિત જ્ઞાનની હીણી દશા તે નૈમિત્તિક. અહીં કહે છે-તે નૈમિત્તિક દશાને હું ભોગવતો નથી, તેના પર મારું લક્ષ નથી. હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું-અનુભવું છું. આ ત્રીજો બોલ થયો. -૩. હવે ચોથો બોલ.

‘હું મનઃપર્યયજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

મનઃપર્યયજ્ઞાન નથી, તેનો અભાવ છે. તેને નથી ભોગવતો એટલે શું? સાંભળ ભાઈ! અહીં તો કર્મફળનું ધણીપણું જ નથી એમ વાત છે. અહાહા...! જ્ઞાનીને પર્યાય તરફનું જોર જ નથી, એક નિજાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જ જોર છે.

વળી કોઈ કહે છે- અભવિને મનઃપર્યય અને કેવળજ્ઞાન થતું નથી, માટે તેને પાંચેય પ્રકૃતિઓનું આવરણ ન હોય; મનઃપર્યયજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય પ્રકૃતિઓનું આવરણ ન હોય. આની ચર્ચા સંપ્રદાયમાં ઘણા વરસ પહેલાં થઈ હતી. ત્યારે કહ્યું હતું કે અભવિને જ્ઞાનાવરણીય કર્મની પાંચેય પ્રકૃતિઓનું આવરણ હોય છે. અભવિને પણ અંદર મનઃપર્યયજ્ઞાન થવાની ને કેવળજ્ઞાન થવાની શક્તિ પડેલી હોય છે, પણ તેની તેને વ્યક્તતા કદી થતી નથી, અભવિ છે ને? માટે તેને પાંચેય પ્રકૃતિઓનું આવરણ હોય છે, અહીં ધર્મી પુરુષ કહે છે- મનઃપર્યયજ્ઞાનાવરણીય કર્મના ઉદય નિમિત્તે મને મનઃપર્યયજ્ઞાનનો અભાવ છે, પણ તેના તરફ મારું લક્ષ નથી, તેને હું ભોગવતો નથી. કોઈ મહા મુનિવરને મનઃપર્યયજ્ઞાન હોય પણ છે. છતાં ધર્મી કહે છે- હું તો મારી ધ્રુવ ચૈતન્ય સત્તાને જ અનુભવું છું. અનુભવ છે તે તો પર્યાય છે, પણ એનું જોર દ્રવ્ય તરફનું છે. આવી વાત! -૪.

હવે પાંચમો બોલઃ- ‘હું કેવળજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

કેવળજ્ઞાનાવરણીય નામની જડકર્મની પ્રકૃતિ છે. તેના નિમિત્તે કેવળજ્ઞાનનો સ્વતઃ અભાવ છે. ધર્મી જીવ કહે છે- કર્મનું નિમિત્ત અને નૈમિત્તિક એવા કેવળજ્ઞાનનાં અભાવરૂપ દશા-એના ઉપર મારી દ્રષ્ટિ નથી; હું તો મારા શુદ્ધ એક ચિન્માત્રસ્વરૂપને જ સમ્યક્ પ્રકારે અનુભવું છું.

જુઓ, કર્મની ૧૪૮ કર્મપ્રકૃતિ છે. તેમાં જ્ઞાનાવરણીયની પાંચ છે. બધાને ૧૪૮