૧૪૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જુઓ, અહીં પાંચમા ગુણસ્થાને કાંઈક ચારિત્રદશા છે, દેશ ચારિત્ર પ્રગટ થયું છે. ત્યાં કર્મના ઉદયમાં અગિયારમી પડિમા સુધીના વિકલ્પ છે તે રાગ છે. જ્ઞાની કહે છે, હું તે રાગને ભોગવતો નથી, મારી દ્રષ્ટિ એ પ્રતિમાના વિકલ્પ પર નથી, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. -૨૧.
‘હું પ્રત્યાખ્યાનાવરણીયક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
અહીં ચારિત્રની વિશેષ વિશેષ નિર્મળતાની વાત છે. અહાહા...! આત્મા નિજાનંદસ્વરૂપમાં મસ્ત રમે છે તેનું નામ ચારિત્ર છે. અહા! આવા આત્માના આનંદના સ્વાદિયા ધર્મી પુરુષને ઇન્દ્રના ઇન્દ્રાસનના ભોગ સડેલા તણખલા જેવા તુચ્છ ભાસે છે. સ્વર્ગના દેવોને કંઠમાંથી અમૃત ઝરે ને ભૂખ મટી જાય. અહા! એવા ભોગ સમકિતીને આત્માના આનંદની પાસે, ઝેરના પ્યાલા જેવા લાગે છે. ધર્મી જીવ કહે છે-હું પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ કષાય વેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. -૨૨.
‘હું સંજ્વલનક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
આ ચોથી સંજ્વલન ચોકડીની વાત છે. સમ્યક્ પ્રકારે જ્વલન એટલે કાંઈક શાંતિ બળે છે એવું ક્રોધકષાયવેદનીયમોહનીયપ્રકૃતિનું ફળ હું ભોગવતો નથી, હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવું છું-૨૩.
આ પ્રમાણે ક્રોધની ચોકડીની વાત કરી, હવે માન આદિ પ્રકૃતિઓના ભેદ કહે છે. ‘હું અનંતાનુબંધીમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૨૪.
‘હું અપ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૨પ.
‘હું પ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૨૬.
‘હું સંજ્વલનમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૨૭.
હવે માયા પ્રકૃતિની ચોકડીની વાત કરે છેઃ- ‘હું અનંતાનુબંધીમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૨૮.