૧પ૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ઉત્તરઃ– હા, કહ્યું છે; પણ કઈ અપેક્ષાએ? એ તો મિથ્યાત્વ અને અનંતાનુંબુધીનો અભાવ તેને થયો છે એ અપેક્ષાએ ત્યાં વાત કરી છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીને જ મુખ્યપણે આસ્રવ-બંધ ગણેલ છે એ અપેક્ષાએ વાત છે. અહીં કહે છે- જ્યારે જીવ અપ્રમત્ત દશાને પ્રાપ્ત કરીને કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગને જોડી દે, જડી દે અને શુદ્ધોપયોગરૂપ થાય ત્યારે શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને તે વખતે જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે; પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.
એમ તો જ્ઞાનચેતના અંશે ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. પંચાસ્તિકાયમાં (ગાથા ૩૯ માં) જે એમ કહ્યું છે કે જ્ઞાનચેતના કેવળીને જ હોય છે એ તો ત્યાં પૂર્ણતાની અપેક્ષાએ વાત છે; બાકી જ્ઞાનચેતનારૂપ અનુભવ ચોથે ગુણસ્થાનેથી શરૂ થાય છે. રાગથી ખસીને જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે, અને તે ચોથેથી શરૂ થાય છે. સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનચેતના હોય છે, પણ પૂર્ણ નથી, સાથે કર્મચેતના અને કર્મફળચેતના પણ હોય છે.
અહાહા...! અહીં કહે છે- સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન થાય પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. જુઓ, ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો તેનો કાળ અસંખ્ય સમય છે; અને તેનું ફળ જે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટી તેનો કાળ અનંત છે. સાધકપણાનો કાળ અસંખ્ય સમય છે, અનંત નહિ અને સિદ્ધદશા પ્રગટે તેનો કાળ અનંત છે. અહાહા...! આત્મા દ્રવ્ય છે તેનો કાળ અનાદિ-અનંત છે. તેમાં મિથ્યાદ્રષ્ટિ ભવ્ય જીવનો સંસાર અનાદિ-સાંત છે, સાધકપણાનો કાળ સાદિ-સાંત અસંખ્ય સમય છે, અને તેનું ફળ જે સિદ્ધદશા તેનો કાળ સાદિ-અનંત અનંત છે. અહાહા...! પરમ સુખમય સિદ્ધદશા પ્રગટી તે હવે અનંત અનંતકાળ રહેશે. કહ્યું ને અહીં કે-અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. અહાહા...! સિદ્ધ પરમાત્મા અનંતકાળ સુધી પરમાનંદમાં મગ્ન રહે છે.
પ્રવચનસાર ગાથા ૧૯૮ ના ભાવાર્થમાં કહ્યું છે કે-“સર્વજ્ઞ ભગવાનને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા કે સંદેહ નથી તો પછી તેઓ કયા પદાર્થને ધ્યાવે છે? આ ગાથામાં તેનો ઉત્તર આ પ્રમાણે આપવામાં આવ્યો છે.
એક અગ્રનું-વિષયનું સંવેદન તે ધ્યાન છે. સર્વ આત્મપ્રદેશે પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનથી ભરેલા સર્વજ્ઞ ભગવાન પરમાનંદથી અભિન્ન એવા નિજાત્મારૂપી એક વિષયનું સંવેદન કરતા હોવાથી તેમને પરમાનંદનું ધ્યાન છે; અર્થાત્ તેઓ પરમ સૌખ્યને