Pravachan Ratnakar (Gujarati). Gatha: 390-404.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3623 of 4199

 

background image
ગાથા ૩૯૦ થી ૪૦૪
सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा बेंति।। ३९०।।
सद्दो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं सद्दं जिणा बेंति।। ३९१।।
रूवं णाणं ण हवदि जम्हा रूवं ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं रूवं जिणा बेंति।। ३९२।।
वण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति।। ३९३।।
गंधो णाणं ण हवदि जम्हा गंधो ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति।। ३९४।।
એ જ અર્થની ગાથાઓ હવે કહે છેઃ-
રે! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું–જિન કહે; ૩૯૦.
રે! શબ્દ તે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદો–જિન કહે; ૩૯૧.
રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂપ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જુદું–જિન કહે; ૩૯૨.
રે! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદો–જિન કહે; ૩૯૩.
રે! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદી–જિન કહે; ૩૯૪.