तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति।। ३९५।।
फासो ण हवदि णाणं जम्हा फासो ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णं फासं जिणा बेंति।। ३९६।।
कम्मं णाणं ण हवदि जम्हा कम्मं ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णं कम्मं जिणा बेंति।। ३९७।।
धम्मो णाणं ण हवदि जम्हा धम्मो ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णं धम्मं जिणा बेंति।। ३९८।।
णाणमधम्मो ण हवदि जम्हाधम्मो ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णमधम्मं जिणा बेंति।। ३९९।।
कालो णाणं ण हवदि जम्हा कालो ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णं कालं जिणा बेंति।। ४००।।
તે કારણે છે જ્ઞાન જુદું, રસ જુદો–જિનવર કહે; ૩૯પ.
રે! સ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, સ્પર્શ જુદો–જિન કહે; ૩૯૬.
રે! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, કર્મ જુદું–જિન કહે; ૩૯૭.
રે! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, ધર્મ જુદો–જિન કહે; ૩૯૮.
અધર્મ તે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, અધર્મ જુદો–જિન કહે; ૩૯૯.
રે! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, કાળ જુદો–જિન કહે; ૪૦૦.