Pravachan Ratnakar (Gujarati). Kalash: 235.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3630 of 4199

 

સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ઃ ૧૭૯
(शार्दूलविक्रीडित)
अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुता–
मादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम्।
मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः
शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति।। २३५।।

ટીકામાં છેવટે એમ કહેવામાં આવ્યું કે-જે, પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દ્રર્શન-જ્ઞાન-ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, એવા સ્વસમયરૂપ પરિણમનસ્વરૂપ મોક્ષમાર્ગમાં પોતાને પરિણમાવીને, સંપૂર્ણવિજ્ઞાનઘનસ્વભાવને પામ્યું છે, અને જેમાં કાંઈ ત્યાગ-ગ્રહણ નથી, એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ, પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું. ત્યાં ‘દેખવું’ ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે. જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો (-પૂર્ણ જ્ઞાનનો) અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો, જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્યું-શ્રદ્ધયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ, દેખવાનો બીજો પ્રકાર થયો. અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું છે. કેવળજ્ઞાન ઊપજે ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે તે ત્રીજા પ્રકારનું દેખવું છે તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થકું સર્વનું દેખનાર-જાણનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–

[अन्येभ्यः व्यतिरिक्तम्] અન્ય દ્રવ્યોથી ભિન્ન, [आत्म–नियतं]

પોતામાં જ નિયત, [पृथक्–वस्तुताम् बिभ्रत्] પૃથક્ વસ્તુપણાને ધારતું (-વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક હોવાથી પોતે પણ સામાન્યવિશેષાત્મકપણાને ધારણ કરતું), [आदान–उज्झन–शून्यम्] ગ્રહણ-ત્યાગ રહિત, [एतत् अमलं ज्ञानं] આ અમલ (-રાગાદિક મળથી રહિત) જ્ઞાન [तथा–अवस्थितम् यथा] એવી રીતે અવસ્થિત (-નિશ્ચળ રહેલું) અનુભવાય છે કે જેવી રીતે [मध्य–आदि–अन्त–विभाग–मुक्त– सहज–स्फार–प्रभा–भासुरः अस्य शुद्ध–ज्ञान–घनः महिमा] આદિ-મધ્ય-અંતરૂપ વિભાગોથી રહિત એવી સહજ ફેલાયેલી