Pravachan Ratnakar (Gujarati). Kalash: 236-237.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3631 of 4199

 

૧૮૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

(उपजाति)
उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत्
तथात्तमादेयमशेषतस्तत् ।
यदात्मनः संहृतसर्वशक्तेः
पूर्णस्य सन्धारणमात्मनीह।। २३६।।
(अनुष्टुभ्)
व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितम्।
कथमाहारकं तत्स्याद्येन देहोऽस्य शङ्कयते।। २३७।।

પ્રભા વડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા [नित्य–उदितः तिष्ठति] નિત્ય-ઉદિત રહે (-શુદ્ધ જ્ઞાનના પુંજરૂપ મહિમા સદા ઉદયમાન રહે).

ભાવાર્થઃ– જ્ઞાનનું પૂર્ણ રૂપ સર્વને જાણવું તે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે; તેથી તેના મહિમાને કોઈ બગાડી શક્તું નથી. સદા ઉદયમાન રહે છે. ૨૩પ.

‘આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામા ધારણ કરવું તે જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગ્યું’-એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [संहृत–सर्व–शक्तेः पूर्णस्य आत्मनः] જેણે સર્વ શક્તિઓ સમેટી છે (-પોતામાં લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું [आत्मनि इह] આત્મામાં [यत् सन्धारणम्] ધારણ કરવું [तत् उन्मोच्यम् अशेषतः उन्मुक्तम्] તે જ છોડવાયોગ્ય બધું છોડયું [तथा] અને [आदेयम् तत् अशेषतः आत्तम्] ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું.

ભાવાર્થઃ– પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ, ત્યાગવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ત્યાગ્યું અને ગ્રહણ કરવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે. ૨૩૬.

‘આવા જ્ઞાનને દેહ જ નથી’-એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [एवं ज्ञानम् परद्रव्यात् व्यतिरिक्तं अवस्थितम्] આમ (પૂર્વોક્ત રીતે) જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત (-નિશ્ચળ રહેલું) છે; [तत् आहारकं कथम् स्यात् येन अस्य देहः शङ्कयते] તે (જ્ઞાન) આહારક (અર્થાત્ કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું) કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય? (જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ- નોકર્મરૂપ આહાર જ નથી.) ૨૩૭.

*