પછી અંતર-એકાગ્રતાના અભ્યાસ વડે ઉપયોગને અંદર થંભાવી દે એનું તો શું કહેવું? એ તો કેવળજ્ઞાનને લાવી દે એવો અપાર અચિન્ત્ય એનો મહિમા છે. આનું નામ ચારિત્ર અને આનું નામ દિગંબર મુનિદશા છે. અહાહા...! જ્યાં પંચમહાવ્રતનો વિકલ્પ પણ છૂટી જાય એવી નિર્વિકલ્પ અપ્રમત્તરૂપ મુનિદશા થાય તે બીજા નંબરનું દેખવું છે. આ વિના વ્રત-તપ-ભક્તિ ઈત્યાદિ બધું ધૂળધાણી ને વાપાણી જેવું છે. સમજાણું કાંઈ...? વ્રત- ભક્તિનો અભ્યાસ કરવો એમ નહિ, પણ જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આ અભ્યાસ કરવો અર્થાત્ ઉપયોગને શુદ્ધ નિરંજન પૂર્ણ જ્ઞાનમાં થંભાવી દેવાનો અભ્યાસ કરવો એમ કહે છે. આ દેખવાનો બીજો પ્રકાર કહ્યો. હવે કહે છે-
‘અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું છે. કેવળજ્ઞાન ઉપજે ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે તે ત્રીજા પ્રકારનું દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થકું સર્વનું દેખનાર-જાણનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.’
શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું હોય છે, કેમકે શ્રુતજ્ઞાન અમૂર્તિક આત્માને પ્રત્યક્ષ જાણતું નથી. આનંદનું વેદન પ્રત્યક્ષ થયું છે, પણ અમૂર્તિક પ્રદેશોને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ કરતું નથી. અંધ પુરુષ જેમ સાકર ખાય ત્યારે સ્વાદનું પ્રત્યક્ષ વેદન આવે, પણ સાકરનો ગાંગડો પ્રત્યક્ષ ન દેખાય, તેમ શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું હોય છે. જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે. આ ત્રીજા પ્રકારનું દેખવું છે. આ સ્થિતિમાં જ્ઞાન શુદ્ધ નિર્મળ નિરંજન ઉપયોગરૂપ થયું થકું સર્વનું પ્રત્યક્ષ દેખનાર જાણનાર છે; તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે. અહીં ચૈતન્ય જ્યોતિ સર્વને સંપૂર્ણ પ્રત્યક્ષ કરતી ઝળહળ-ઝળહળ પ્રગટ થઈ જાય છે. આ મોક્ષદશા છે. આમ પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું તે ત્રીજા પ્રકારનું દેખવું છે. આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે, તે સર્વજ્ઞપણું અંતર- એકાગ્રતાનો દ્રઢ-ઉગ્ર અભ્યાસ કરીને પ્રગટ કરવું એમ ઉપદેશ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘अन्येभ्यः व्यतिरिक्तम्’ અન્યદ્રવ્યોથી ભિન્ન, ‘आत्म–नियतं’ પોતામાં જ નિયત, ‘पृथक् वस्तुतां बिभ्रत्’ પૃથક્ વસ્તુપણાને ધારતું (-વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક હોવાથી પોતે પણ સામાન્ય વિશેષાત્મકપણાને ધારણ કરતું), ‘आदान–उज्झन–शून्यम्’ ગ્રહણ ત્યાગ રહિત, एतत् अमलं ज्ञानं’ આ અમલ (-રાગાદિક મળથી રહિત) જ્ઞાન ‘तथा अवस्थितम् यथा’ એવી રીતે અવસ્થિત (નિશ્ચળ રહેલું) અનુભવાય છે કે-
શરીર, મન, વાણી, કર્મ ઈત્યાદિ પરદ્રવ્યોથી ભિન્ન પોતામાં જ નિયત પૃથક્-