Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3663 of 4199

 

૨૧૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ વસ્તુપણાને ધારતું જ્ઞાન નિશ્ચળ રહેલું અનુભવાય છે. અહાહા...! વસ્તુ પોતે પરપદાર્થથી ભિન્ન ચીજ છે. ચૈતન્યસત્તાથી ભરેલો ભગવાન પોતે અન્ય વસ્તુથી જુદો છે. સ્વસ્વરૂપમાં નિયત પોતે પરદ્રવ્યથી જુદો છે. વસ્તુનું સ્વરૂપ જેમ સામાન્ય વિશેષાત્મક છે તેમ સામાન્ય વિશેષાત્મકપણાને ધારણ કરતો પોતે ગ્રહણ-ત્યાગ રહિત પદાર્થ છે. પરનું ગ્રહવું ને છોડવું તેનામાં નથી. વળી તે રાગાદિ મળથી રહિત છે.

જુઓ, પહેલાં પરથી ભિન્ન કહ્યું ને હવે જ્ઞાન રાગથી રહિત ભિન્ન છે એમ કહ્યું. ‘અમલ’ એમ કહ્યું ને? ભાઈ! આ તો પરથી અને રાગથી વિમુખ થઈ સ્વભાવસન્મુખ થવું ને ભેદજ્ઞાન પ્રગટ કરવું એમ વાત છે. અનાદિથી પરવસ્તુ સાથે એકપણું માન્યું છે તે ભ્રમણા છે, જૂઠી કલ્પના છે. તેનાથી ભિન્ન પડી પોતે અંદર જેવો ને જેવડો છે તેવો ને તેવડો સ્વીકારવો-જાણવો ને માનવો તે ભેદજ્ઞાન છે, અને તે કર્તવ્ય છે, ધર્મ છે.

કહે છે-રાગના મળથી રહિત જ્ઞાન એવી રીતે નિશ્ચળ રહેલું અનુભવાય છે કે... જેવી રીતે ‘मध्य–आदि–अन्त–विभाग–मुक्त–सहज–स्फार–प्रभा–भासुरः अस्य शुद्ध–ज्ञान– धनः महिमा’ આદિ-મધ્ય-અન્તરૂપ વિભાગોથી રહિત એવી સહજ ફેલાયેલી પ્રભા વડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા ‘नित्य–उदितः तिष्ठति’ નિત્ય-ઉદિત રહે. (શુદ્ધ જ્ઞાનના પુંજરૂપ મહિમા સદા ઉદયમાન રહે).

અહાહા...! ભગવાન આત્મા સહજાનંદ-નિત્યાનંદ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. હવે તે છે, છે ને છે; તેની આદિ શું? મધ્ય શું? અંત શું? અહાહા...! આવી અનાદિઅનંત સહજ ફેલાયેલી ચૈતન્યપ્રભા વડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા નિત્ય ઉદિત રહે. અહાહા...! જેમ સર્વ પાંખડીએ ગુલાબ ખીલી જાય તેમ અનંત શક્તિએ આત્મા પૂર્ણ ખીલી ગયો, શક્તિ સહજ હતી તે પૂર્ણ વિસ્તરી ગઈ હવે એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા સદા ઉદયમાન રહેશે-એમ કહે છે. સમજાણું કાંઈ...? શુદ્ધ દશા પૂર્ણકળાએ પ્રગટ થઈ તે થઈ, હવે તે દશા સાદિ-અનંત અવિચળ-કાયમ રહેશે. કેવળજ્ઞાન ને મોક્ષની દશા થઈ તે હવે ફરશે નહિ, હવે તે અવતાર લેશે નહિ. લ્યો, ભક્તોને ભીડ પડે ને ભગવાન અવતાર લે એમ બનવા જોગ નથી; એવું કેવળજ્ઞાન ને મોક્ષનું સ્વરૂપ નથી; મોક્ષદશા તો નિત્ય ઉદયમાન છે.

* કળશ ૨૩પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનનું પૂર્ણરૂપ સર્વને જાણવું તે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે; તેથી તેના મહિમાને કોઈ બગાડી શકતું નથી, સદા ઉદય માન રહે છે.’

જુઓ, કહે છે-જ્ઞાનનું પૂર્ણ રૂપ સર્વને જાણવું તે છે. અહાહા...! અનંત