૨૨૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ આમ ઈશ્વરનું કર્તાપણું ઉડી જાય છે. કોઈ પણ દ્રવ્યનો કર્તા ઈશ્વર નથી. અહાહા..! જેમ અનંત અનંત વિસ્તરેલા આકાશનું અસ્તિત્વ સહજ જ છે તેમ તેને જાણનાર-જાણનાર ભગવાન આત્મા સહજ જ સ્વયંસિદ્ધ છે. અહાહા...! તેના અચિન્ત્ય સ્વભાવની શું વાત કરવી? અહાહા..! અનંત આકાશને અવલંબ્યા (અડયા) વિના જ તેને પોતાની જ્ઞાનપર્યાયમાં એક સમયમાં જાણી લે એવો તેનો પરમ અદ્ભુત અચિન્ત્ય સ્વભાવ છે.
જુઓ, પરમાણુનું ક્ષેત્ર એક પ્રદેશ છે. પરમાણુ એક પ્રદેશી છે. આવા પરમાણુ દ્રવ્યો સંખ્યાએ અનંતાનંત છે; જીવદ્રવ્યો તેના અનંતમા ભાગે અનંત છે. અનંતાનંત પરમાણુથી અનંતગુણા ત્રણકાળના સમય છે અને તેનાથી આકાશના પ્રદેશોની સંખ્યા અનંતગુણી અનંત છે. તેનાથી અનંતગુણી એક જીવદ્રવ્યમાં ગુણોની સંખ્યા છે. અહો! આવું અલૌકિક જીવદ્રવ્યનું સહજ સ્વરૂપ છે. આવું સહજ સિદ્ધ વસ્તુનું સ્વરૂપ છે, તેને કરે કોણ? દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુ સહજ છે ત્યાં (ઈશ્વરનું) કર્તાપણું સિદ્ધ થતું નથી.
અહો! વીતરાગ સર્વજ્ઞદેવે કહેલાં તત્ત્વો બહુ ઉંડા ને ગંભીર છે ભાઈ! અહાહા...! જ્ઞાનની એક સમયની પર્યાય લોકનાં અનંતાં દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણી લે તે પર્યાયના સામર્થ્યની શી વાત! અહો! આત્મા અલૌકિક અદ્ભુત ચમત્કારી વસ્તુ છે. ઓહો! અનંતગુણમય બેહદ સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા-તેની પ્રતીતિ કરવા માટે વિકલ્પ કામ ન આવે, કેમકે વિકલ્પ હદવાળી મર્યાદિત ચીજ છે; તેની પ્રતીતિ કરનારી પર્યાય બેહદ ચીજ છે. શું કીધું? અચિન્ત્ય બેહદ જેનો સ્વભાવ છે એવા ભગવાન આત્માની પ્રતીતિ કરનારી પર્યાય કે જેને સમ્યગ્દર્શન કહીએ તે અચિન્ત્ય બેહદ શક્તિવંત છે. અહાહા...! વસ્તુ ત્રિકાળી ધ્રુવદ્રવ્ય એક સમયની પર્યાયમાં આવી જાય (-પર્યાયરૂપ થઈ જાય) એમ નહિ, પણ એની પ્રતીતિ પર્યાયમાં આવી જાય છે. અહો! તે પર્યાય (સમ્યગ્દર્શન) બેહદ ચીજ છે.
અષ્ટપાહુડમાં ચારિત્રને અક્ષય-અમેય કહેલ છે. અહાહા...! અંદરમાં બેહદ સ્વભાવી ચીજ-તેની પ્રતીતિ કરવા જાય તે પ્રતીતિમય પર્યાયની કાંઈ હદ છે? બાપુ! ત્યાં વિકલ્પ કામ ન કરે. અહાહા...! અનંત અનંત સ્વભાવથી ભરેલો ચૈતન્ય-ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્મા છે. તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવા જાય ત્યાં અનંત સ્વભાવનું પરિણમન થઈને જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અહો! તે નિર્વિકલ્પ પ્રતીતિની બેહદ શક્તિ છે. તેવી એક સમયની જ્ઞાનપર્યાય, રમણતાની પર્યાય, આનંદની પર્યાય-એમ પ્રત્યેક ગુણની પર્યાયની બેહદ તાકાત છે.
શું કહીએ? વાણીમાં પૂરું આવી ન શકે; કંઈક ઈશારા આવે. આવું જ વસ્તુ-