Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3674 of 4199

 

સમયસાર ગાથા ૪૦પ થી ૪૦૭ઃ ૨૨૩

ભગવાનની પ્રતિમા પધરાવવાનો ભાવ આવ્યો માટે પ્રતિમા બિરાજમાન થવાની ક્રિયા ત્યાં થઈ એમ નથી. આને શુભરાગ થયો એ એની-જીવની ક્રિયા છે, અને પ્રતિમાં બિરાજમાન થવાની ક્રિયા થઈ એ તે તે પરમાણુઓની ક્રિયા છે; બન્ને સ્વતંત્રપણે છે ભાઈ! અરે! અજ્ઞાનીઓને તો બધે ‘હું કરું, હું કરું’ એમ જ ભાસે છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. સમકિતી જ્ઞાનીને વૃત્તિ-રાગ થઈ આવે, પણ તેનો તો તે જાણનારમાત્ર જ રહે છે, જ્યારે અજ્ઞાની બધું હું કરું છું એમ મિથ્યા અભિમાનથી રાચે છે.

અહીં આ ચોકખું તો કહે છે કે- પ્રાયોગિક કે વૈસ્રસિક ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટે તેનું નામ વૈસ્રસિક ગુણ છે. તે નિર્મળ પર્યાયના સામર્થ્યથી પણ આત્મા પરને ગ્રહે કે છોડે તે અશક્ય છે. દ્રષ્ટિવંત પુરુષ એમ જ યથાર્થપણે માને છે, પરંતુ અજ્ઞાની જ્યાં હોય ત્યાં પરદ્રવ્યને ગ્રહ્યા-છોડયાનું મિથ્યા અભિમાન કરે છે. શું થાય? મિથ્યા અભિમાન કરે છે એટલે તો એ અજ્ઞાની છે. અહો! આ તો થોડી લીટીમાં ઘણું બધું ભરી દીધું છે. સમજાણું કાંઈ....?

એક પ્રશ્ન થયો હતો કે-નિમિત્તથી કાંઈ થતું નથી તો તમે સમયસાર લઈને કેમ બેઠા છો? પુરાણ કેમ વાંચતા નથી?

અરે ભાઈ! સમયસારના નિમિત્તપણામાં કાંઈક વિશેષતા છે ને પુરાણમાં નથી-શું એમ છે? અમારે મન તો બન્ને જીનવાણી છે. સમયસાર હોય તો ઠીક એવી વૃત્તિના કારણે અહીં સમયસાર આવ્યું છે એમ નથી. એ તો એના કારણે છે, વૃત્તિના કારણે નહિ. આ સમયસારનું આમ પાનું ફરે ને? એ ક્રિયા પણ બાપુ! વૃત્તિના કારણે નહિ અને આ હાથના કારણે પણ નહિ; એ તો તે તે પરમાણુઓની કાળે સ્વતંત્ર ક્રિયા છે. આત્મા તે રજકણોને ઉંચા-નીચા કરે એવું સામર્થ્ય આત્મામાં નથી. પણ અરેરે! અજ્ઞાની જીવો અનાદિથી ભ્રમણામાં રહીને યથાર્થ સ્વરૂપના ભાન વિના દુઃખી-દુઃખી થઈ રહ્યા છે!

હવે કહે છે- ‘વળી, (કર્મ-નોકર્માદિરૂપ) પરદ્રવ્ય જ્ઞાનનો-અમૂર્તિક આત્મદ્રવ્યનો- આહાર નથી, કારણકે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ). તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી.’

જુઓ, નોકર્મ એટલે આહાર-પાણી વગેરે જડ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય છે, અને આત્મા ચેતન અમૂર્તિક દ્રવ્ય છે. અહીં કહે છે- રોટલા, દાળ, ભાત, શાક ઈત્યાદિ મૂર્તિક દ્રવ્યનો આહાર આત્માને છે જ નહિ, કેમકે આહાર મૂર્તિક દ્રવ્ય છે અને આત્મા અમૂર્તિક દ્રવ્ય છે. અમૂર્તિક ચેતન દ્રવ્યને મૂર્તિક જડનો આહાર કેમ હોય? નથી જ. માટે આત્મા આહારક નથી; આહારને ગ્રહનારો આત્મા નથી. માટે