આ અવસરમાં આ જ (અનુભવ જ) કરવા જેવું છે. બાકી લગ્ન કરવાં-પરણવું એ તો દુર્ઘટના છે. લોકો ‘પ્રભુતામાં પગલાં માંડયાં’ કહે છે ને! પણ બાપુ! એ તો નરી દુર્ઘટના છે. આ એને (બાયડીને) રાજી રાખવી, ને છોકરાંને રાજી રાખવાં, ને રળવું-કમાવું ઈત્યાદિ અનેક પાપના આરંભ ત્યાંથી શરૂ થાય છે. શું કહીએ? પોતે પોતાને જ ભૂલી જાય એવડી મોટી એ ભૂલ છે, મણમાં આઠ પાંચશેરીની ભૂલ જેવી ભૂલ!
અહીં કહે છે- પરમાર્થે આત્માને પુદ્ગલનો-કર્મ-નોકર્મનો આહાર નથી. ખરેખર તો વૃત્તિ ઉઠે એય આત્માની ચીજ નથી, કેમકે તે એના સ્વરૂપમાં ક્યાં છે? એ તો વિભાવ છે, ઔપાધિક ભાવ છે. આત્માને કોઈ રાગવાળો માને એ આત્મઘાતી છે. હિંસક છે. હું જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યચમત્કારમય અનંતગુણનો પિંડ પ્રભુ છું એમ અનુભવવાને બદલે હું રાગવાળો છું એમ અનુભવે એ તો આત્મઘાત છે. પોતાની હિંસા છે; કેમકે એમાં પોતાના સ્વરૂપનો અનાદર છે, તિરસ્કાર છે.
અહીં કહે છે- સ્વભાવરૂપ પરિણમે કે વિભાવરૂપ પરિણમે, આત્મા પરને ગ્રહતો નથી. છોડતો નથી. ચારિત્રદશાવંત મુનિને કદાચિત્ આહારની વૃત્તિ થાય તો તેથી કાંઈ આહારને ગ્રહી શકે છે, કર્મને ગ્રહી શકે છે, કે કર્મની નિર્જરા કરી શકે છે એમ નથી. અરે! મુનિરાજ તો વૃત્તિ ઉઠે તેના કર્તા થતા નથી, માત્ર જ્ઞાતા-દષ્ટા રહે છે. વૃત્તિ થઈ તે અપેક્ષા કર્તા કહીએ, પણ વૃત્તિ કર્તવ્ય છે એમ માનતા નથી એ અપેક્ષાએ અકર્તા નામ જ્ઞાતા જ છે. અહીં આ સિદ્ધ કરવું છે કે-સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો પોતાના જ પરિણામનાં ગ્રહણ-ત્યાગ છે, પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ તો જરા પણ નથી.
આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી.
આત્માને દેહ જ નહિ હોવાથી; પુદ્ગલમય દેહસ્વરૂપ લિંગ (વેષ, ભેખ, બાહ્યચિન્હ) મોક્ષનું કારણ નથી-એવા અર્થનું આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-
एवं शुद्धस्य ज्ञानस्य देहः एव न विधते’ આમ શુદ્ધ જ્ઞાનને દેહ જ નથી; ‘ततः ज्ञातुः देहमयं लिङ्गं मोक्षकारणं न’ તેથી જ્ઞાતાને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી.
શુદ્ધ જ્ઞાન અર્થાત્ ભગવાન આત્માને દેહ જ નથી. દેહ નથી માટે દેહમય લિંગ- નગ્નદશાનો ભેખ મોક્ષનું કારણ નથી. દેહ છે એ તો બાહ્ય વસ્તુ છે, તે મોક્ષનું