૨૨૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ કારણ કેમ હોય? મુનિરાજને બહારમાં દેહની નગ્નદશા ને પંચમહાવ્રતાદિના વિકલ્પ હોય છે, પણ તે મોક્ષનું કારણ નથી.
અહાહા...! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનંત શક્તિનું સંગ્રહસ્થાન છે. અહાહા...! અનંત શક્તિનો સાગર પ્રભુ આત્મા છે, આ અમાપ... અમાપ... અમાપ એવું અનંત પ્રદેશી આકાશ છે. તેના અનંત પ્રદેશોથી અનંતગુણા આત્માના ગુણ છે. અહાહા...! જેની એક સમયની પૂર્ણ જ્ઞાનની દશા-કેવળજ્ઞાનની દશા વિશ્વનાં છ દ્રવ્ય, તેના અનંતા ગુણ, તેની ત્રણ કાળની અનંતી પર્યાય- તે સર્વને યુગપત્ એક સમયમાં અડયા વિના જ જાણી લે એવો બેહદ જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. આ શાસ્ત્રજ્ઞાન હોય તે જ્ઞાન એમ નહિ. ખરેખર તો દ્રવ્યસ્વભાવને સ્પર્શીને એટલે તેની સન્મુખ થઈને પ્રગટ થાય તે જ્ઞાન જ્ઞાન છે, અહાહા...! આવા અચિન્ત્ય બેહદ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્માને, કહે છે, દેહ જ નથી.
હા, પણ આત્માને દેહ જ નથી એ તો એકાન્ત થઈ ગયું? થઈ ગયું તો થઈ ગયું. એ સમ્યક્ એકાન્ત છે, કેમકે આત્માને દેહ છે જ નહિ. દેહ આત્માની ચીજ છે જ નહિ.
દેહની સમય સમયની અવસ્થા થાય તે જડની જડમાં થાય છે; તે અવસ્થા આત્માની નહિ, આત્મામાં નહિ, આત્માથી પણ નહિ. દેહની અવસ્થામાં આત્મા નહિ, ને આત્માની અવસ્થામાં દેહની અવસ્થા નહિ, તેથી, કહે છે, જ્ઞાતાને-ભગવાન આત્માને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી. અહાહા...! આત્મા સ્વને જાણે અને અનંતા પરદ્રવ્યોને જાણે એવો સ્વપરપ્રકાશક જ્ઞાતા પ્રભુ છે. પરંતુ જેને અંદરમાં સ્વસ્વરૂપનું જ્ઞાન થયું નથી તેને દેહાદિ પરનું યથાર્થજ્ઞાન નથી. જેને નિજસ્વરૂપગ્રાહી જ્ઞાન અંદર પ્રગટ થાય તેને જ સ્વપરપ્રકાશક યથાર્થ જ્ઞાન હોય છે. તે યથાર્થ જાણે છે કે દેહમય લિંગ મોક્ષનું કારણ નથી.
આત્મા જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ છે. તેનું જેને અંદરમાં ભાન થયું તેને નિજસ્વરૂપગ્રાહીજ્ઞાન પ્રગટ થયું છે. તેને દેહાદિ પર પદાર્થોનું પણ સત્યાર્થ જ્ઞાન થયું છે. અહાહા...! સ્વરૂપની અંતર્દષ્ટિ અને સ્વાનુભવની દશા જેને પ્રગટ થઈ તેને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી એવું સાચું જ્ઞાન થાય છે. ઓહો! મુનિરાજને બહારમાં દ્રવ્યલિંગ હોતું નથી એમ નહિ, હોય છે અવશ્ય; પણ તે મોક્ષનું કારણ નથી એવું સત્યાર્થ જ્ઞાન તેને હોય છે. ભાઈ! વ્રતાદિના વિકલ્પ એ પણ દેહમય લિંગ જ છે, અને મુનિરાજ ભાવલિંગી સંત તેને મોક્ષનું કારણ જાણતા નથી, માનતા નથી.
લોકમાં તો એવું માને કે ભગવાનની ભક્તિ કરતાં કરતાં, ગુરુની ભક્તિ કરતાં