૨૩૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
હવે એ જ સિદ્ધ કરે છે. અર્થાત્ દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી, દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે- એમ સિદ્ધ કરે છેઃ-
‘દ્રવ્યલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી, કારણ કે તે (-દ્રવ્યલિંગ) શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.’
જુઓ, શ્રી કુંદકુંદાચાર્યદેવ-સંત-મહંત-મહામુનિવર જિન ભગવંતોની સાખ દઈને આ કહે છે કે- દ્રવ્યલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી. કેમ? કેમકે તે શરીરાશ્રિત છે; પરાશ્રિત છે અને તેથી પરદ્રવ્ય છે. અહાહા...! રાગ-મંદકષાય થાય તે પણ શરીરાશ્રિત-કર્મ- આશ્રિત ભાવ છે, માટે તે પરદ્રવ્ય છે. ભાઈ! આ શાસ્ત્રનું પરસત્તાવલંબી જ્ઞાન છે તે પરદ્રવ્ય છે, બંધનું કારણ છે; તે કાંઈ આત્માશ્રિત પરિણામ નથી.
અહાહા...! ભગવાન આત્મા નિર્મળાનંદ જ્ઞાનાનંદ પ્રભુ અનંતગુણોનો ઢગ-ઢગલો છે. અહાહા...! એકલું જ્ઞાન અને આનંદનું દળ પ્રભુ આત્મા છે. અહીં કહે છે- દ્રવ્યલિંગ છે તે આત્માશ્રિત નથી, શરીરાશ્રિત છે અને તેથી પરદ્રવ્ય છે. આ વ્યવહારનો રાગવૃત્તિ જે ઉઠે છે તે પરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે.
તો અમે આ સાંભળીએ છીએ તે શું છે? અહા! શાસ્ત્ર સાંભળવાના જે પરિણામ છે તે પરાશ્રિત પરિણામ છે અને તેથી પરદ્રવ્ય છે. વળી સાંભળીને જે શબ્દજ્ઞાન થાય તે છે તો જ્ઞાનની પર્યાય, તે શબ્દજનિત નથી છતાં શબ્દાશ્રિત જ છે તેથી પરદ્રવ્ય છે; તે આત્માનું વાસ્તવિક જ્ઞાન નથી. બહુ ઝીણી વાત! ભાઈ! પંચમહાવ્રતના પરિણામ એ પરાશ્રિત ભાવ છે અને તેથી પરદ્રવ્ય છે. અહા! પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો જેને આશ્રય નથી તે સઘળા જ્ઞાન શ્રદ્ધાન ને આચરણના પરિણામ પરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. ભાઈ! આ બધું શબ્દશ્રુત જ્ઞાન, નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન, અને પંચમહાવ્રતના પરિણામ-એ સર્વ પરાશ્રિત ભાવ છે અને તેથી પરદ્રવ્ય છે. કેમકે તેમાં શુદ્ધ ચૈતન્યનો આશ્રય નથી. સમજાણું કાંઈ...? હવે આવી વાત આકરી પડે, કેમકે કદી સાંભળી નથી ને! પણ શું થાય?
હા, પણ નિયમસારમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર- જે સ્વદ્રવ્યના આશ્રયે થયેલા નિર્મળ રત્નત્રયના પરિણામ-તેને પણ પરદ્રવ્ય કહ્યું છે. તે કેવી રીતે છે?
હા, ત્યાં સ્વ-આશ્રિત નિર્મળ રત્નત્રયની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં