૨૩૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ વીર્યના પરિણામ જો મોક્ષ છે તો મોક્ષમાર્ગ પણ આત્માના જ પરિણામમય હોવો જોઈએ. મતલબ કે નિશ્ચય મોક્ષમાર્ગ તે આત્માના પરિણામ છે, સ્વદ્રવ્યરૂપ છે.
અહાહા...! આત્મા સ્વરૂપથી મુક્તસ્વરૂપ જ છે. ૧૪-૧પ મી ગાથામાં અબદ્ધ-સ્પૃષ્ટ કહ્યો છે ને? એ નાસ્તિથી વાત છે. અબદ્ધ-સ્પૃષ્ટ નામ રાગથી ને કર્મથી બંધાયેલો ને સ્પર્શાયેલો નથી એવો ભગવાન આત્મા સદા મુક્તસ્વરૂપ જ છે. આવા નિજ મુક્તસ્વરૂપના આશ્રયે જે મુક્તિની-પૂર્ણ પવિત્રતા ને સુખની દશા પ્રગટ થાય તેનું નામ મોક્ષ છે. તે આત્માનો પરિણામ છે, માટે તેનું કારણ પણ આત્માનો પરિણામ હોવો જોઈએ અહાહા..! પૂરણ અતીન્દ્રિય જ્ઞાનની દશા, અતીન્દ્રિય આનંદની દશા અતીન્દ્રિય વીર્યની દશા-એવો જે મોક્ષ-સિદ્ધપદ તે જો આત્મપરિણામ છે તો તેનું કારણ જે મોક્ષમાર્ગ તે આત્મપરિણામ જ હોવો જોઈએ. ભાઈ! આ તો લોજીકથી-ન્યાયથી સિદ્ધ કરે છે. ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે છે; પાત્રતા કેળવી સમજે તો સમજાય એવો છે. હવે કહે છે-
‘દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.’ જોયું? શબ્દશ્રુતનું જ્ઞાન, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ અને પંચમહાવ્રતાદિના પરિણામ તે મોક્ષમાર્ગ નથી એમ અહીં કહેવું છે; કેમ! કેમકે તે આત્માના પરિણામ નથી. જ્યારે દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના પરિણામ છે, માટે નિશ્ચયથી તે જ મોક્ષમાર્ગ છે. અહાહા...! પરમપારિણામિક ધ્રુવ સ્વભાવભાવ-તેની નિર્મળ રત્નત્રયરૂપ પરિણતિ તે મોક્ષનું કારણ અને તેની પૂર્ણતા થવી તે મોક્ષ છે. પણ પરાશ્રિત પરિણામ-વિભાવ પરિણામ તે કારણ અને આત્મપરિણામરૂપ મોક્ષ તેનું કાર્ય-એમ નથી, એમ હોઈ શકતું નથી. વ્યવહાર રત્નત્રય તે કારણ ને મોક્ષ તેનું કાર્ય એમ નથી, કારણ કે વ્યવહાર રત્નત્રયના પરિણામ આત્મપરિણામ નથી; તે અનાત્મ-પરિણામ છે; અજીવના પરિણામ છે. અજીવના પરિણામથી જીવના પરિણામરૂપ મોક્ષ કેમ થાય? ન થાય.
આ દેહ છે તે પૃથક્ વસ્તુ છે, તે આત્મા નથી; અને દેહાદિ પરના આશ્રયે થયેલા શુભાશુભ રાગના પરિણામ તે વિભાવ છે, તે પણ આત્મા નથી. દ્રવ્યલિંગ તે આત્મા નથી. અહાહા...! ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કારણ પરમાત્મા પ્રભુ પોતે છે, તેનો પૂર્ણ આશ્રય થતાં પરમાત્મદશા-મોક્ષદશા નવી પ્રગટે તે આત્મપરિણામ છે, તે સ્વદ્રવ્યના પરિણામ છે. અરે! લોકો મોક્ષ શું તે પણ સમજે નહિ અને માને કે અમે ધર્માત્મા છીએ! બધી ગરબડ થઈ ગઈ છે. શું થાય? અહીં કહે છે- મોક્ષ તે આત્મપરિણામ છે અને તેનું કારણ મોક્ષનો માર્ગ પણ આત્માશ્રિત પરિણામ છે. માટે આત્માશ્રિત શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ તે જ મોક્ષમાર્ગ છે, પણ વ્યવહાર શ્રદ્ધાન, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્ર તે મોક્ષમાર્ગ નથી, કેમકે તે આત્મપરિણામ નથી. અહો! બહુ ટુંકામાં પણ કેટલું સમાડી દીધું છે! અહા! પૂર્વના પંડિતોએ કેવું સરસ કામ કર્યું છે!
એક પંડીતે પૂછયું કે - નવમી ગૈ્રવેયકના દેવો છે તેમને ૩૧ સાગરોપમ સુધી