Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3689 of 4199

 

૨૩૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ક્યારે થાય? રાગનો મહિમા અને રાગની બુદ્ધિ, પર્યાયબુદ્ધિ મટે ત્યારે, પર્યાયબુદ્ધિ એ મિથ્યા એકાન્તબુદ્ધિ છે, અને તે એક જ્ઞાયકભાવનો મહિમા લાવી તેનો આશ્રય કરવાથી મટે છે, અને ત્યારે ધર્મ પ્રગટ થાય છે. આ ધર્મ તે જ મોક્ષનો માર્ગ છે. આ સમ્યક્ એકાન્ત છે. સમજાણું કાંઈ...?

આત્માના આશ્રયે પણ ધર્મ થાય અને શુભરાગના-દ્રવ્યલિંગના આશ્રયે પણ ધર્મ થાય તે અનેકાન્ત નથી, તે સ્યાદ્વાદ નથી, એ તો ફુદડીવાદ છે. સ્વસ્વરૂપનો આશ્રય છોડીને શુભરાગથી ધર્મ થવાનું માને એ તો મોટું અજ્ઞાન છે. અહા! વીતરાગ-સ્વભાવી ભગવાન આત્માને વીતરાગભાવથી વિરુદ્ધ કોઈ ભાવ સાથે સંબંધ નથી.

મોક્ષ છે તે આત્માના આશ્રયે થનારું પરિણામ છે, અને તેનું કારણ પણ આત્માશ્રિત પરિણામ જ છે. રાગ તો વિભાવ છે, તે આત્મપરિણામ નથી, નિશ્ચયથી તેને પુદ્ગલપરિણામ અને પુદ્ગલ કહ્યા છે. અરે! અનંતકાળથી એણે આત્મદ્રષ્ટિ કરી નથી, એણે અંદરમાં નજર નાખી નથી! આત્મા અંદર શાંતરસ-ચૈતન્યરસ-વીતરાગરસથી પૂર્ણ ભરેલો અખંડાનંદ પ્રભુ છે. તેના આશ્રયે પૂર્ણ પવિત્ર, પૂર્ણ જ્ઞાનને પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય તે મોક્ષ છે, અને મોક્ષનો મારગ પણ વીતરાગી દશા જ છે, રાગ નહિ. રાગ તો પુદ્ગલસ્વભાવ છે, તેનાથી મોક્ષ કેમ થાય? કદીય ન થાય.

અહા! ભગવાન જિનેશ્વરદેવે શું કહ્યું છે તેનો તેને કદીય વિચાર નથી. ભાઈ! જો તો ખરો બાપુ! સર્વજ્ઞદેવ એમ કહે છે કે- દેહમય લિંગ તે મોક્ષનો માર્ગ નથી. હવે એમાં શુભ છોડીને તું અશુભમાં જા- એમ વાત ક્યાં છે? તને વ્યવહાર છોડીને નીચે જવાની એમાં વાત નથી, પણ વ્યવહારથી ઉપર ઉઠીને સ્વસ્વરૂપમાં રમણતા ને અંતર્લીનતા કરવાની આ વાત છે. સમ્યગ્દર્શન સહિત સમ્યક્ચારિત્ર આત્માના અવલંબનથી પ્રગટ થાય છે, વ્યવહારના રાગથી નહિ; માટે વ્રતાદિના વિકલ્પ જે હોય છે તેને છોડીને સ્વરૂપમાં લીન થવાની આ વાત છે. ભાઈ! શુભરાગના પરિણામને દેહમય લિંગ કહ્યું છે, અને તે અન્યદ્રવ્યમય હોવાથી મોક્ષમાર્ગરૂપ નથી એમ કહે છે. દ્રવ્યલિંગના પક્ષવાળાને આકરું લાગે પણ આ સત્ય વાત છે.

આ ફુંદાં હોય છે ને? જંગલમાં બહુ હોય. બેટરીના પ્રકાશમાં દેખાય. તેને શરીર નાનું અને પડખે બે મોટી પાંખો હોય છે. પ્રકાશમાં ઉડી ઉડીને આવે. અહા! તે નાનકડા શરીરમાં અંદર ચૈતન્યચમત્કારમય ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે. અરે! નિજ સ્વરૂપના ભાન વિના અજ્ઞાનથી એણે આવા અનંત અનંત અવતાર ધારણ કર્યા છે; હજુ આ અવસરે પણ જો મિથ્યાત્વ રહી જશે, મટશે નહિ તો એવા અનંત ભવ માથે આવી પડશે. ભાઈ! હમણાં પણ અંદર ચૈતન્યચમત્કારથી ભરેલો મોટો ભગવાન છે. તેનો ચમત્કાર શું કહીએ? તેના આશ્રયમાં જતાં નિર્મળ નિર્મળ રત્નત્રયના