૨૪૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ક્રિયાકાંડના વિકલ્પ મોક્ષનું કારણ નથી; કેમકે તે પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય શુદ્ધ નિશ્ચય આત્મદ્રવ્યના આશ્રયે પ્રગટ થયેલા દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મપરિણામ જ મોક્ષમાર્ગ છે. લ્યો, આવી વાત છે.
તેથી, કહે છે, સર્વ દ્રવ્યલિંગના વિકલ્પ છોડીને એક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ આત્માને જોડવાયોગ્ય છે. બહુ ગંભીર વાત! આમાં વ્રત છોડીને અવ્રતમાં જવું એમ વાત નથી; પણ વ્રતના વિકલ્પથી હઠીને સ્વસ્વરૂપમાં રમવું-ઠરવું-લીન થવું એમ વાત છે. પૂર્ણ દશા ભણી જવાની વાત છે. મુનિરાજને બહારમાં વ્રતનો વિકલ્પ હોય છે, ત્યાંથી ખસીને સ્વરૂપમાં જોડાઈ જવું એમ વાત છે, કેમકે તે મોક્ષનો પંથ વા ભવના અંતનો ઉપાય છે
અનંત ગુણોથી ભરેલો મીઠો મહેરામણ જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા છે. તેના આશ્રયે પ્રગટ થયેલા શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ જ મોક્ષનો માર્ગ છે. માટે, હે ભાઈ! તેમાં જ આત્માને જોડવાયોગ્ય છે- એમ સૂત્રની અનુમતિ છે. લ્યો, આ આગમની આજ્ઞા ને આ જિનશાસનનો આદેશ! વ્રતાદિના રાગમાં રોકાઈ રહે એ ભગવાનનું ફરમાન નથી. છઠ્ઠે ગુણસ્થાને મુનિરાજને વ્રતાદિનો વિકલ્પ હોય છે, તે દ્રવ્યલિંગ છે. તેને છોડીને, કહે છે, નિજાનંદરસમાં લીન થઈ જા, નિજાનંદધામ-સ્વઘરમાં જઈને નિવાસ કર. અરે! એણે અનંતકાળમાં સ્વઘર-નિજઘર ભાળ્યું નથી! ભજનમાં આવે છે ને!
અહા! પુણ્ય અને પાપના ફળમાં અનેક પર્યાયો ધારણ કરી, અનેક નામ ધારણ કર્યા, પણ નિજઘર-જ્યાં આનંદનો નાથ પ્રભુ છે ત્યાં ન ગયો! અહીં કહે છે-દર્શન-જ્ઞાન- ચારિત્ર તે જ મોક્ષનો માર્ગ છે, માટે આત્માને તેમાં જ જોડવાયોગ્ય છે. લ્યો, આ જિનસૂત્રની આજ્ઞા, આ જિનશાસનની આજ્ઞા છે.
વસ્ત્રસહિત લિંગ હોય તો પણ મુનિપણું આવે એમ કોઈ પંડિતો કહે છે, પણ તે બરાબર નથી. સમાધિતંત્ર (ગાથા ૮૭-૮૮-૮૯) ના આધારથી તેઓ કહે છે-મોક્ષમાર્ગમાં લિંગ-જાતિનો આગ્રહ-અભિનિવેશ ન હોવો જોઈએ; અર્થાત્ વસ્ત્રસહિત પણ મુનિલિંગ હોય પણ તેમનો તે મિથ્યા અભિનિવેશ છે. સમાધિતંત્રમાં તો આશય એમ છે કે- દેહની નગ્નદશા અને વ્રતના વિકલ્પ તે દેહાશ્રિત છે તેથી એનાથી મોક્ષ થાય વા તે મોક્ષનું કારણ છે એમ આગ્રહ છોડી દેવો જોઈએ. ભાઈ! મુનિદશામાં બહાર લિંગ તો નગ્ન જ હોય છે; પણ તે મુક્તિમાર્ગ છે એવો દૂરભિનિવેશ છોડી દેવાની ત્યાં વાત છે. વસ્ત્ર સહિત મુનિપણું હોય એવો માર્ગ ત્રણકાળમાં નથી. મુનિને