અવશ્યપણે નગ્નદશા જ હોય છે. વસ્ત્ર-પાત્ર વગેરે પરિગ્રહ મુનિને હોઈ શકે જ નહિ; વસ્ત્રસહિત લિંગ તો કુલિંગ જ છે, બીજા લિંગથી મુનિપણું હોય એવો તો માર્ગ જ નથી. સમજાણું કાંઈ..?
હાથીના હોદ્દે મરુદેવી માતા સમોસરણમાં ભગવાનનાં દર્શન કરવા જતાં હતાં ને ત્યાં એકદમ કેવળજ્ઞાન થઈ ગયું, મલ્લિનાથ ભગવાનને સ્ત્રીનો દેહ હતો, ઈત્યાદિ આ બધી કલ્પિત ખોટી વાતો છે. તીર્થંકરને સ્ત્રીનો દેહ હોય નહિ. સ્ત્રીને મુનિદશા પણ હોઈ શકે નહિ. પાંચમા ગુણસ્થાનથી ઉપરની દશા સ્ત્રીદેહવાળાને હોતી નથી. અનંતા મુનિવરો ને તીર્થંકરો મોક્ષ પધાર્યા તે સર્વને બાહ્ય નગ્નદશા જ હતી. તથાપિ અહીં એમ વાત છે કે- બાહ્યલિંગ મોક્ષનું કારણ નથી. તેથી એમ અર્થ નથી કે ગમે તે લિંગ હોય ને મુનિપણું આવે ને મોક્ષ થઈ જાય. ભાઈ! અનંત જ્ઞાનીઓની પરંપરામાં પરમાગમની આ અનુમતિ-આજ્ઞા છે કે દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી, અર્થાત્ નગ્નદશા અને પંચમહાવ્રતાદિથી મોક્ષ થાય એમ સૂત્રની અનુમતિ નથી. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, માટે આત્માને ત્યાં જ જોડવો જોઈએ આ સૂત્રની આજ્ઞા છે સમજાણું કાંઈ...!
‘અહીં દ્રવ્યલિંગને છોડી આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જોડવાનું વચન છે તે સામાન્ય પરમાર્થ વચન છે. કોઈ સમજશે કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડાવવાનો ઉપદેશ છે; પરંતુ એમ નથી.’
જુઓ, શું કીધું આ? કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડીને અવ્રતમાં જવાનો આ ઉપદેશ નથી. વ્રતરહિત અવ્રતની દશામાં મુનિપણું કે કેવળજ્ઞાન થઈ જાય એમ કદીય નથી; વળી વ્રતના વિકલ્પમાત્રથી પણ મુક્તિ થઈ જાય એમ પણ નથી. તો શું છે? તો કહે છે-
‘જેઓ કેવળ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાણી ભેખ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા ઉપદેશ કર્યો છે કે - ભેખમાત્રથી (વેશમાત્રથી, બાહ્ય વ્રત- માત્રથી) મોક્ષ નથી, પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ છે.’
ભાઈ! ભાવલિંગસહિતનું દ્રવ્યલિંગ તો યથાર્થ એવું (નગ્નદશા આદિ) જ હોય; પણ ત્યાં એક ભાવલિંગ જ મોક્ષનું કારણ છે, દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી, તથાપિ કોઈ દ્રવ્યલિંગને જ મોક્ષનું કારણ જાણી ભેખ ધારણ કરે તેને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા માટે આ ઉપદેશ છે. ભાઈ! દિગંબર ધર્મ કોઈ પક્ષ નથી, એ તો વસ્તુસ્વરૂપ