Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3697 of 4199

 

૨૪૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

‘मुमुक्षुणा मोक्षमार्गः एकः एव सदा सेव्यः’ તેથી મોક્ષના ઈચ્છક પુરુષે (આ

દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ) મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે.

લ્યો, આત્માની પૂરણ પવિત્ર ને પૂર્ણ આનંદમય દશા જેને પ્રગટ કરવી હોય તે પુરુષે શુદ્ધ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગ એ જ સેવવાયોગ્ય છે; વચ્ચે વ્રતાદિ હો ભલે, હોય છે, પણ તે સેવવાયોગ્ય નથી, વ્રતાદિ હોય તે માત્ર જાણવાયોગ્ય છે, તે જાણેલાં પ્રયોજનવાન છે, આદરવાં પ્રયોજનવાન નથી. સમજાણું કાંઈ...?

જુઓ, મોક્ષમાર્ગ એક જ છે, બે નથી. વ્યવહાર મોક્ષમાર્ગ ને નિશ્ચય મોક્ષમાર્ગ એમ કથન બે પ્રકારે છે. ત્યાં જેને સુખી થવું હોય, પરમાનંદની પ્રાપ્તિની અભિલાષા હોય તે મુમુક્ષુએ નિશ્ચય મોક્ષમાર્ગ એક જ સેવવાયોગ્ય છે, વ્યવહાર મોક્ષમાર્ગ તો કથનમાત્ર ઉપચાર છે, તેથી વ્યવહારનો પક્ષ છોડી નિશ્ચય મોક્ષમાર્ગ એક જ આદરવાયોગ્ય છે. આવી વાત!

[પ્રવચન નં. ૪૯૯*દિનાંકઃ ૨૧-૧૧-૭૭]