Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3707 of 4199

 

૨પ૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ આવે, અરે! એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જાય એવું તત્ત્વ પ્રતિ આડોડાઈનું મહા વિષમ ફળ છે. અધિક શું કહીએ? એટલે તો કહે છે-દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર; બીજે મા વિહર. એ જ હવેના બોલમાં કહે છેઃ-

‘તથા જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, જેઓ જ્ઞેયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર.’

અહાહા...! કહે છે- પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. આ શુભાશુભ રાગાદિ ભાવમાં મત જા. રાગાદિ ભાવ તો દુઃખનો પંથ છે બાપુ! ત્યાં જતાં તારું સુખ લુંટાય છે. તું નિર્ધાર તો કર કે અંદર તું એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપી પરમેશ્વર છો. હમણાં પણ અંદર પરમેશ્વર છો હોં, જો ન હોય તો પરમેશ્વર પદ પ્રગટે ક્યાંથી? તો કહે છે- નિજ જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, સમસ્ત પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. અહા! જ્ઞાનરૂપને એકને જ અવલંબતાં પુણ્ય-પાપનું આલંબન છૂટી જાય છે અને સ્વભાવના વશે નિર્મળ-નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે. અહીં કહે છે- તેમાં જ વિહર, બીજે પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં વિહરવાનું કહ્યું ત્યાં જ્ઞાનસ્વરૂપ આત્માનું એકનું જ આલંબન છે, બીજું-વ્યવહારનું પણ આલંબન છે એમ નથી. સમજાણું કાંઈ...? પાઠમાં છે કે નહિ! છે નેઃ ‘જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો....’ આવી વાત છે.

સમોસરણમાં વાઘ, સિંહ વગેરે સેંકડો પશુઓ વાણી સાંભળવા આવે. સ્વર્ગના ઇન્દ્રો ને દેવોનાં વૃંદ, ને શ્રાવક-શ્રાવિકાઓ ને મુનિવરો વાણી સાંભળવા આવે. અહા! ભગવાનના શ્રી મુખેથી નીકળેલી તે વાણી કેવી હશે? ભગવાનની ઓમ્ધ્વનિ સાંભળી ભગવાન ગણધરદેવ વિચારે અને આગમની રચના કરે-તે વાણીનો શું મહિમા કહીએ?

મુખ ઓંકારધુનિ સુનિ, અર્થ ગણધર વિચારૈ;
રચિ આગમ ઉપદેશ, ભવિક જીવ સંસય નિવારૈ.

અહો! એ વાણી કેવી દિવ્ય અલૌકિક હશે? અરે! ભરતે હમણાં ભગવાનના વિરહ પડી ગયા; પણ વાણી રહી ગઈ. એમાં કહે છે- પ્રભુ! તારા દ્રવ્યસ્વભાવનો તને કદીય વિરહ નથી, અંદર જ્ઞાન, શાન્તિ અને આનંદનું ધ્રુવ દળ પડયું છે. તે એકને જ અચળપણે આલંબીને પ્રાપ્ત થતા નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ તું વિહાર કર, બીજે મત વિહર. નિજસ્વભાવના આલંબન વિના લોકમાં બીજે ક્યાંય ચૈન પડે એમ નથી.

ત્યારે કેટલાક કહે છે કે તમે (-કાનજી સ્વામી) વ્યવહારથી લાભ માનતા નથી. અરે ભાઈ! વ્યવહાર-રાગ તો બંધનું-દુઃખનું કારણ છે બાપુ! એની રુચિ છોડી