૨૬૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ સારને અલ્પકાળમાં જ અવશ્ય પામે છે, અનુભવે છે. અહીં તો પ્રગટેલી દશામાં અપ્રતિહતની જ વાત છે. જો કે અહીંથી સ્વર્ગમાં જતાં ચારિત્ર રહેશે નહિ, પણ દર્શન- જ્ઞાન ઊભાં રહેશે જેના બળે અલ્પકાળમાં જ ચારિત્રની પૂર્ણતા કરી મુક્તિને પ્રાપ્ત થશે. પંચમકાળમાં અત્યારે કેવળજ્ઞાન નથી એમ તું મુંઝાઈશ નહિ. ભાઈ! કેવળજ્ઞાન ભલે અત્યારે નથી, પણ ભગવાન મુક્ત-આનંદસ્વરૂપની દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા તો અત્યારે વર્તે છે, થાય છે. અહા! જેને મુક્તસ્વરૂપ હું ભગવાન આત્મા છું એમ સ્વસંવેદનમાં જાણ્યું, માન્યું તેને પર્યાયમાં અંશે મુક્તિ થઈ જ ગઈ, અને અલ્પકાળમાં તે ઉગ્ર અંતરના પુરુષાર્થ વડે મુક્તિ પામશે જ.
અહા! પાંચ-દસ ક્રોડની સંપત્તિ હોય, ફાટુ-ફાટુ જુવાની હોય ને રૂડુ-રૂપાળું શરીર હોય એટલે બસ થઈ ગયું, કોઈ વાત સાંભળે જ નહિ. પણ ભાઈ! આ શરીર તો મસાણની રાખ થશે બાપુ! એ તારી ચીજ નહિ. અને એ સંપત્તિ ને એ મહેલ-મકાન તારાં નહિ; એ તો સંયોગી પુદ્ગલની ચીજ બાપા! આ રાજા રાવણ ના થઈ ગયો? મોટો અર્ધચક્રી રાજા. એના મહેલમાં રતન જડેલી લાદીની ફર્શ, અને સ્ફટિકરતનની દિવાલો, સ્ફટિક રતનની સીડી! અહાહા....! સ્ફટિકરતન કોને કહેવાય? અપાર વૈભવમાં એ રહેતો. પણ વિપરીત વ્યભિચારી પરિણામના ફળમાં મરીને નરકના સંજોગમાં ગયો, નરકનો મહેમાન થયો. બધા જ સંજોગ ફરી ગયા. (એ રૂપાળું શરીર ને સંપત્તિ ને મહેલ કાંઈ ન મળે). ભાઈ! જરા વિચાર કર. આ અવસર છે હોં (સમ્યગ્દર્શનનો આ અવસર છે.)
સૂત્રમાં કહ્યું કે - ‘मोक्खपहे अप्पाणं ठवेहि’ - એ વાત અહીં કળશમાં કીધી કે ‘तत्र एव यः स्थितिम् एति’ તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે તે સમયના સારને પામે છે. અહાહા....! આનંદનો સાગર પ્રભુ પોતે છે તેનાં રસરુચિને રમણતા કરતાં અંદર આનંદનાં પૂર આવે, આનંદના લોઢના લોઢ ઉછળે- અહા! તે દશામાં જે સ્થિત રહે છે તે પુરુષ, કહે છે, અલ્પકાળમાં પરમાનંદસ્વરૂપ મોક્ષને પામે છે.
વળી કહે છે– ‘तं अनिशं ध्यायेत्’ તેને જ જે પુરુષ નિરંતર ધ્યાવે છે તે અવશ્ય મોક્ષપદને પ્રાપ્ત થાય છે.
હા, પણ બધું ક્રમબદ્ધ છે ને? જે જ્યારે થવાનું હોય ત્યારે થાય છે. અરે ભાઈ! બધું ક્રમબદ્ધ છે એ તો યથાર્થ છે, પણ એનો નિર્ણય તેં કોની સામે જોઈને કર્યો? એનો નિર્ણય કરનારની દ્રષ્ટિ તો શુદ્ધ એક જ્ઞાયક દ્રવ્ય પર હોવી જોઈએ. આમ એનો યથાર્થ નિર્ણય થાય તેને કર્તાબુદ્ધિ ઉડી જાય છે ને જ્ઞાતાપણાની દ્રષ્ટિ પ્રગટ થાય છે. જ્ઞાયકની દ્રષ્ટિ થાય એ જ પુરુષાર્થ છે. પરંતુ લોકોને પર્યાય ઉપર