Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3717 of 4199

 

૨૬૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છે તેને બહાર વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ શુભરાગ, પૂર્ણ ન થાય ત્યાં સુધી હોય છે; તે ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ સ્થાપ્યું છે; પણ તેને જ કોઈ સત્યાર્થ મોક્ષમાર્ગ જાણી તેનું જ આચરણ કરે છે તો તે યથાર્થ તત્ત્વજ્ઞાનથી રહિત મિથ્યાદ્રષ્ટિ છે, તે સમયના સારને-શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવતો નથી. અહા! જેમ દારૂ પીને કોઈ પાગલ થાય તેમ અજ્ઞાની આ વ્યવહારનો રાગ છે તે જ સત્યાર્થ મોક્ષમાર્ગ છે એમ મતવાલો થઈને પાગલ થયો છે. સમયસાર નાટકમાં આવે છે કે-

“ઘટ ઘટ અંતર જિન બસૈ, ઘટ ઘટ અંતર જૈન;
મત મદિરા કે પાન સૌં મતવાલા સમૂઝૈ ન.”

ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર ત્રિકાળ જિનસ્વરૂપ છે. ભાઈ! જો અંદર જિનસ્વરૂપ ન હોય તો પર્યાયમાં જિનદેવ પ્રગટે ક્યાંથી? અહા! જે અંદરમાં છે તેનો આશ્રય કરતાં પર્યાયમાં પ્રગટ થાય છે. તેનો આશ્રય કરી તેમાં જ રમવું-ઠરવું તેનું નામ જૈનધર્મ છે, તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે. આ બહારના ક્રિયાકાંડ કાંઈ જૈનધર્મ નથી. શું થાય? અજ્ઞાની ભ્રમથી ક્રિયાકાંડને ચોંટી-વળગી પડયો છે. ભાઈ! એવી ક્રિયાઓ તો અનંતવાર કરી, પણ અરેરે! લેશ પણ સુખ ન થયું. છહઢાલામાં કહ્યું છે ને કે-

“મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.”

બાપુ! એ મહાવ્રતાદિ જૈનધર્મનાં સહકારી હો, પણ તે જૈનધર્મ નથી; તે બંધનનો જ ભાવ છે.

જેમ સક્કરકંદમાં ઉપરની લાલ છાલ દૂર કરો તો અંદર એકલી મીઠાશનો પિંડ પડયો છે. તેમ ભગવાન આત્મા પુણ્ય-પાપના ભાવની છાલથી રહિત જુઓ તો અંદર એકલા અતીન્દ્રિય આનંદનો પિંડ છે. તેની સન્મુખ થઈને તેનું જ્ઞાન-શ્રદ્ધાન કરવું, તેનો અનુભવ કરવો ને ત્યાં જ રમવું-ઠરવું તે મોક્ષનો માર્ગ છે. તેને છોડીને કોઈ દ્રવ્યક્રિયાને- દ્રવ્યલિંગને ભ્રમથી મોક્ષમાર્ગ માની અંગીકાર કરે છે તો તે તત્ત્વજ્ઞાનથી રહિત વ્યવહારમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, તેને શુદ્ધ ચૈતન્યનો અનુભવ થતો નથી; તે સંસારમાં જ પરિભ્રમણ કરે છે.

અરે! મૂઢ જીવ અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી; અને આગમનો વ્યવહાર, તે સુગમ છે તેથી, તેને જ વ્યવહાર માને છે. અંદર ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્ય છે તે નિશ્ચય, અને તેના આશ્રયે જે નિર્મળ નિર્વિકાર શુદ્ધ રત્નત્રયની પરિણતિ પ્રગટ થાય તે વ્યવહાર છે. શુદ્ધ પરિણતિ તે જ શુદ્ધ વ્યવહાર છે. આવા શુદ્ધ નિશ્ચય-વ્યવહારને મૂઢ જીવ જાણતો નથી, બાહ્ય ક્રિયાકાંડને જ વ્યવહાર માને છે, અને તેમાં જ