Pravachan Ratnakar (Gujarati). Gatha: 414.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3735 of 4199

 

ગાથા–૪૧૪
ववहारिओ पुण णओ दोण्णि वि लिंगाणि भणदि मोक्खपहे।
णिच्छयणओ ण इच्छदि मोक्खपहे सव्वलिंगाणि।। ४१४।।
व्यावहारिकः पुनर्नयो द्वे अपि लिङ्गे भणति मोक्षपथे।
निश्चयनयो नेच्छति मोक्षपथे सर्वलिङ्गानि।। ४१४।।

‘વ્યવહારનય જ મુનિલિંગને અને શ્રાવકલિંગને-એ બન્ને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી’ -એમ હવે ગાથામાં કહે છેઃ-

વ્યવહારનય એ ઉભય લિંગો મોક્ષપંથ વિષે કહે,
નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪.

ગાથાર્થઃ– [व्यावहारिकः नयः पुनः] વ્યવહારનય [द्वे लिङ्गे अपि] બન્ને લિંગોને [मोक्षपथे भणति] મોક્ષમાર્ગમાં કહે છે (અર્થાત્ વ્યવહારનય મુનિલિંગ તેમ જ ગૃહીલિંગને મોક્ષમાર્ગ કહે છે); [निश्चयनयः] નિશ્ચયનય [सर्वलिङ्गानि] સર્વ લિંગોને (અર્થાત્ કોઈ પણ લિંગને) [मोक्षपथे न इच्छति] મોક્ષમાર્ગમાં ગણતો નથી.

ટીકાઃ– શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે-એવો જે પ્રરૂપણ પ્રકાર (અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે (પ્રરૂપણા) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે; શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાંત, દર્શનજ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર (-માત્ર દર્શન-જ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધ જ્ઞાન જ એક છે- એવું જે નિસ્તુષ (-નિર્મળ) અનુભવન તે પરમાર્થ છે, કારણ કે તે (અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે. માટે જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી (-પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા; જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી અનુભવે છે, તેઓ જ સમયસારને અનુભવે છે.

ભાવાર્થઃ– વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ