૩૩૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः
सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन्
स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः।। २५८।।
સ્યાદ્વાદનો જાણનાર તો [पर–कालतः अस्य नास्तित्वं कलयन्] પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, [आत्म–निखात–नित्य–सहज–ज्ञान–एक–पुञ्जीभवन्] આત્મામાં દ્રઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો [तिष्ठति] ટકે છે- નષ્ટ થતો નથી.
ભાવાર્થઃ– એકાંતી જ્ઞેયોના આલંબનકાળે જ જ્ઞાનનું સત્પણું જાણે છે તેથી જ્ઞેયોના આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે. સ્યાદ્વાદી તો પર જ્ઞેયોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે; તેથી જ્ઞેયોથી જુદા એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે પરકાળ-અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨પ૭. (હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ– [पशुः] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [परभाव–भाव–कलनात्] પરભાવોના *ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી,) [नित्यं बहिः– वस्तुषु विश्रान्तः] સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, [स्वभाव–महिमनि एकान्त–निश्चेतनः] (પોતાના) સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચેતન (જડ) વર્તતો થકો, [नश्यति एव] નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [नियत–स्वभाव–भवन–ज्ञानात् सर्वस्मात् विभक्तः भवन्] (પોતાના) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી (-સર્વ પરભાવોથી) ભિન્ન વર્તતો થકો, [सहज–स्पष्टीकृत–प्रत्ययः] જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ- પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, [नाशम् एति न] નાશ પામતો નથી.
ભાવાર્થઃ– એકાંતવાદી પરભાવોથી જ પોતાનું સત્પણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે; અને સ્યાદ્વાદી તો, જ્ઞાનભાવ જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી.
આ પ્રમાણે સ્વ-ભાવની (પોતાના ભાવની) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨પ૮.
(હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) ____________________________________________________________ * ભવન = અસ્તિત્વ; પરિણમન.