स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरा–
दारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः।। २५९।।
स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं
टङ्कोत्कीर्णघनस्वभावमहिम ज्ञानं भवन् जीवति।। २६०।।
अध्यास्य शुद्ध–स्वभाव–च्युतः] સર્વ ભાવોરૂપ ભવનનો આત્મામાં અધ્યાસ કરીને (અર્થાત્ સર્વ જ્ઞેય પદાર્થોના ભાવોરૂપે આત્મા છે એમ માનીને) શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો, [अनिवारितः सर्वत्र अपि स्वैरं गतभयः क्रीडति] કોઈ પરભાવને બાકી રાખ્યા વિના સર્વ પરભાવોમાં સ્વચ્છંદતાથી નિર્ભયપણે (નિઃશંકપણે) ક્રીડા કરે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [स्वस्य स्वभावं भरात् आरूढः] પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, [परभाव–भाव–विरह–व्यालोक–निष्कम्पितः] પરભાવોરૂપ ભવનના અભાવની દ્રષ્ટિને લીધે (અર્થાત્ આત્મા પરદ્રવ્યોના ભાવોરૂપે નથી-એમ દેખતો હોવાથી) નિષ્કંપ વર્તતો થકો, [विशुद्धः एव लसति] શુદ્ધ જ વિરાજે છે.
ભાવાર્થઃ– એકાંતવાદી સર્વ પરભાવોને પોતારૂપ જાણીને પોતાના શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો સર્વત્ર (સર્વ પરભાવોમાં) સ્વેચ્છાચારીપણે નિઃશંક રીતે વર્તે છે; અને સ્યાદ્વાદી તો, પરભાવોને જાણતાં છતાં, પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને સર્વ પરભાવોથી ભિન્ન અનુભવતો થકો શોભે છે.
આ પ્રમાણે પરભાવ-અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨પ૯. (હવે તેરમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–
वहत्–ज्ञान–अंश–नाना–आत्मना निर्ज्ञानात्] ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા જે વહેતા (- પરિણમતા) જ્ઞાનના અંશો તે-રૂપ અનેકાત્મકપણા વડે જ (આત્માનો) નિર્ણય અર્થાત્ જ્ઞાન કરતો થકો, [क्षणभङ्ग–सङ्ग–पतितः] *ક્ષણભંગના સંગમાં પડેલો, [प्रायः नश्यति] બાહુલ્યપણે ____________________________________________________________ * ક્ષણભંગ = ક્ષણે ક્ષણે થતો નાશ; ક્ષણભંગુરતા; અનિત્યતા.