Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3835 of 4199

 

૩૮૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ થવું-અનેકપણું થવું એ તો આત્માનો-જ્ઞાનનો પર્યાયસ્વભાવ છે; એ કાંઈ દોષ નથી, ન એનાથી આત્માનું નાશ થવાપણું છે. પરંતુ અજ્ઞાની અનેક જ્ઞેયોનું જાણપણું પર્યાયમાં થાય છે તેને કબુલ નહિ રાખીને તેને છોડી દે છે અર્થાત્ એ રીતે પર્યાયનો અસ્વીકાર કરીને તે પોતાનો નાશ કરે છે. આવું બહુ ઝીણું! કદી સાંભળ્‌યું ન હોય. ફરીથી-

આ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે એમાં અનંતગુણની અનંત અવસ્થાઓ (સમયે સમયે) થાય છે. અજ્ઞાનીને તે અનેકપણું સંમત નહિ હોવાથી એકપણું ગ્રહણ કરવા માટે અનેકપણારૂપ જે અવસ્થાઓ તેનો ત્યાગ કરી દે છે અર્થાત્ પર્યાય અપેક્ષા અનેકપણું તે સ્વીકારતો નથી. એક જ્ઞાનની પર્યાય અનંત જ્ઞેયને જાણે છે. આવું વસ્તુસ્વરૂપ અજ્ઞાનીને ખ્યાલમાં નહિ હોવાથી, મારામાં અનંતનું જ્ઞાન થાય એ મારી ચીજ નહિ એમ તે માને છે. આ રીતે, જેમ આગળ આવી ગયું તેમ, અનેક જ્ઞેયાકારોના ત્યાગ દ્વારા તે પોતાની ચીજનો નાશ કરે છે.

પ્રશ્નઃ– આ કોની વાત છે? શું કેવળજ્ઞાનીની વાત છે? ઉત્તરઃ– ના, આ છદ્મસ્થ અજ્ઞાની તથા સમ્યગ્જ્ઞાનીની વાત છે; કેવળજ્ઞાનીની વાત નથી, પણ કેવળજ્ઞાન થવાના સાધનની વાત છે. અહાહા....! વસ્તુને સિદ્ધ કરી છે કાંઈ! અહો! આચાર્ય અમૃતચંદ્રદેવે અદ્ભુત અલૌકિક વાત કરી છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ પંચમ આરામાં તીર્થંકરતુલ્ય કામ કર્યું છે તો આચાર્ય અમૃતચંદ્રદેવે આ ટીકા રચીને તેમના ગણધરતુલ્ય કામ કર્યું છે. મહા અલૌકિક પરમ અમૃતસ્વરૂપ!

અહા! જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યને, તેના અનંતગુણને તથા તે સાથે પ્રગટ થયેલી દર્શનની, આનંદની, શ્રદ્ધાની, શાન્તિની, સ્વચ્છતાની, પ્રભુતાની-બધી પર્યાયોને પણ જાણે છે; વળી તે પર્યાય પરને અને રાગને પણ જાણે. અહા! આવું જ કોઈ જ્ઞાનની પર્યાયનું સ્વ-પરને પ્રકાશવાનું ચમત્કારિક સામર્થ્ય છે. આમ પર્યાય અપેક્ષા અનેકપણું જેને કબુલ નથી એવો અજ્ઞાની અનેકપણાનો ત્યાગ-અભાવ કરીને પોતાનો નાશ કરે છે અર્થાત્ સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થવા યોગ્ય અતીન્દ્રિય આનંદથી દૂર રહે છે; ત્યારે ધર્મી-જ્ઞાની પુરુષ જ્ઞાનમાત્ર ભાવનો પર્યાયથી અનેકત્વ પ્રકાશતો થકો પોતાનો નાશ થવા દેતો નથી. આવી વાત! સમજાણું કાંઈ...?

અહા! ધર્મી માને છે કે દ્રવ્યથી હું એકરૂપ હોવા છતાં પર્યાયથી અનેકપણું હોવું એ મારો સ્વભાવ છે. અનેકપણું છે તે આશ્રય કરવા લાયક છે એમ નહિ, આશ્રય કરવા યોગ્ય તો એક ત્રિકાળી દ્રવ્ય જ છે, પણ પર્યાયથી અનેકપણું હોવું એ વસ્તુસ્થિતિ છે. દ્રવ્ય-વસ્તુ જે અપેક્ષાએ એક છે તે જ અપેક્ષા અનેક છે એમ નહિ, તથા જે અપેક્ષાએ અનેક છે તે જ અપેક્ષાએ એક છે એમ પણ નહિ. અહીં તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપથી એક હોવા છતાં પર્યાયરૂપથી તેને અનેકપણું છે એમ વાત છે, અને