Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3842 of 4199

 

પરિશિષ્ટઃ ૩૯૧

અસત્પણું માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વકાળથી (-જ્ઞાનના કાળથી) સત્પણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી.’

જુઓ, શું કહે છે? ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપી પ્રભુ છે. એના જ્ઞાનના પરિણમનમાં પરકાળનું-પરદ્રવ્યનું પરિણમન જણાતાં એ પરિણમન હું છું. વા એને લઈને હું છું-મારું પરિણમન છે-એમ માની અજ્ઞાની પોતાનો નાશ કરે છે- અરે ભાઈ! સ્વકાળે પોતાની જ્ઞાનની પર્યાય પરને અને પોતાને જાણવારૂપે થાય એ તો એનું સ્વરૂપ છે. પણ અરે! એમ ન માનતાં પરિણમતા પરદ્રવ્યની પર્યાયથી મારી પર્યાય થઈ અને નાશ થતાં મારી પર્યાય નાશ પામી ગઈ એમ માનીને અજ્ઞાની જીવો પોતાના સ્વકાળનો અભાવ- નાશ કરે છે. પરકાળથી-પરદ્રવ્યની અવસ્થાથી પોતાનું અસ્તિપણું માનનારા પોતાના સ્વકાળનો નાશ કરે છે.

જુઓ, આ આત્માની અપેક્ષાએ પરદ્રવ્યની-નિમિત્તની પર્યાય પરકાળ છે. ભલે એની અપેક્ષા તે સ્વકાળ હો, આ જીવની અપેક્ષા તે પરકાળ છે. સ્વકાળમાં પરકાળનો અભાવ છે. છતાં નિમિત્તને- પરદ્રવ્યને લઈને મારી અવસ્થા-સ્વકાળની પરિણતિ-થઈ એમ માને તે પોતાના સ્વકાળનો નાશ કરે છે.

હા, પણ આ પંચમકાળને લઈને અહીં કેવળજ્ઞાન થતું નથી ને? એમ નથી બાપુ! પંચમકાળને લઈને કેવળજ્ઞાન થતું નથી, ને ચોથા કાળને લઈને થાય એમ તું માને એ તો નર્યું મૂઢપણું છે, કેમકે પરકાળની તારા સ્વકાળમાં નાસ્તિ છે. અરે ભાઈ! ચોથા કાળમાં પણ તું હતો કે નહિ? પણ પરકાળ તને શું કરે? પરકાળથી પોતાને લાભ માને એ પોતાના સ્વકાળનો નાશ કરે છે અર્થાત્ એ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. આ ચક્ષુ અને ચશ્માં છે તો જ્ઞાન થાય છે એમ માનનારા બધા પરકાળને પોતાનો માને છે. આ આત્માની અપેક્ષા ચક્ષુ ને ચશ્માં પરકાળ છે ભાઈ! છતાં એનાથી પોતાને જ્ઞાન થવાનું માને એ તો મિથ્યાદર્શનનો જ પ્રભાવ છે.

પ્રશ્નઃ– પણ ચશ્માં હોય તો જ દેખાય છે ને? વંચાય છે ને? ઉત્તરઃ– એમ નથી ભાઈ! વંચાય, ન વંચાય એ તો તે તે કાળે એની સ્વકાળની દશા છે, ને બાહ્ય પદાર્થ ચશ્માં આદિ (હોવાં, ન હોવાં) તો નિમિત્તમાત્ર છે. જુઓ, તે કાળે વંચાતું નથી એવું જ્ઞાન પોતાથી થયું છે કે (ચશ્માં આદિ) પરથી? નથી વંચાતું એવું જ્ઞાન સ્વકાળથી પોતાથી જ થયું છે. પરને લઈને સ્વમાં કાંઈ થાય એ માન્યતા મહાન ભ્રમ છે, ભાઈ!

અહીં કહે છે -જ્યારે જ્ઞાનમાત્ર ભાવ પૂર્વે જેમનું આલંબન કર્યું હતું તે જ્ઞેય પદાર્થોના વિનાશકાળે જ્ઞાનનું અસત્પણું માનીને અર્થાત્ પરકાળ પલટાતાં મારો નાશ