Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 385 of 4199

 

૧૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ અને એનો પણ ક્ષણે ક્ષણે ક્ષય થતો જાય છે. ભાઈ! ત્યાં તો એમ કહે છે કે ભગવાન તો પોતાના પુરુષાર્થથી કેવળજ્ઞાન પામ્યાં છે. એને જે પુણ્ય બાકી રહ્યું છે તે પુણ્યને લઈને આસન, વિહાર થાય અને વાણી નીકળે એ બધી ઉદ્રયની જે ક્રિયા છે તે ક્ષણે ક્ષણે નાશ પામે છે તેથી તેને ક્ષાયિકી કહી છે એમ ત્યાં વાત આવે છે. पुण्णफला अरहंता એટલે પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે એમ છે જ નહિ. આ આવા ઊંધા અર્થ કરે, પણ શું થાય?

શિષ્ય આ રીતે અનેક પ્રકારે આત્મા અને શરીર એક છે એવી ઊંધી માન્યતા શાસ્ત્રમાંથી કાઢે છે. એને આચાર્ય ભગવાન કહે છે કે એમ નથી; તું નયવિભાગને જાણતો નથી. તું શાસ્ત્રોના વ્યવહારનયના કથનોને સમજતો નથી. તે નયવિભાગ આ પ્રમાણે છે. એમ આગળની ગાથામાં કહેશે.

[પ્રવચન નં. ૬૭-૬૮ * દિનાંક પ-૨-૭૬ અને ૬-૨-૭૬]