એમ જે માને છે તે પરજ્ઞેયોને પોતારૂપ કરે છે. તેઓને, અહીં કહે છે, ભગવાને પશુ, પશુ જેવા કહ્યા છે. કળશમાં ‘पशु’ ‘पशुरिव’ એમ બે શબ્દ છે જુઓ.
હા, પણ તેઓ તો મોટા ધનપતિ શેઠ, મોટા રાજવી ને મોટા દેવ છે ને? એથી શું? ભલે તેઓ અબજોપતિ શેઠ હોય, કે અધિકાર-ઐશ્વર્યયુક્ત રાજા હોય, મોટા દેવ હોય કે મોટા પંડિત હોય-જ્યાં સુધી તેઓને વસ્તુના સ્વરૂપસંબંધી એકાન્ત માન્યતારૂપ મૂઢપણું વર્તે છે ત્યાંસુધી તેઓ પશુ-પશુ જેવા જ છે. અહા! તેઓ મિથ્યાત્વના સેવનથી બંધાય જ છે, ને એના ફળમાં એકેન્દ્રિયાદિ તિર્યંચપણે જ અવતરશે. લ્યો આવી વાત!
અરે ભાઈ! જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે તે જાણે ને જાણવાપણે રહે, પણ એ સિવાય શું કરે? શું આ એક પાંપણને પણ આત્મા હલાવી શકે છે? ના હોં. એ (- પાંપણ) તો જડ માટી-ધૂળ છે. તેનું હાલવું એનાથી-જડથી છે, આત્માથી નહિ. જુઓને! શરીરમાં પક્ષઘાત થાય ત્યારે તેને ઘણું હલાવવા માગે છે, મથે પણ છે; પણ એ હાલતું જ નથી. કેમ? કેમકે એનું હાલવું એનાથી છે, એના કાળે એ હાલે છે, તારું હલાવ્યું હાલે છે એમ છે નહિ; વાસ્તવમાં તું એને હલાવી શકતો જ નથી. હાલવું-ચાલવું, બોલવું ને ઉઠવું-બેસવું એ તો બધી જડની-પરમાણુની ક્રિયા છે ભાઈ! એને આત્મા કરી શકતો નથી. આત્મા તો જ્ઞેયો જેમ છે તેમ જાણે બસ, અને જાણવાપણે રહે. જાણે કહીએ એય વ્યવહાર છે, વાસ્તવમાં તો તે તત્સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે. આવું ઝીણું! અહા સર્વજ્ઞ પરમેશ્વરનું તત્ત્વ ખૂબ ઝીણું છે ભાઈ! અહા! એ તત્ત્વને સર્વજ્ઞ પરમાત્માએ કર્યું - રચ્યું છે એમ નહિ, એ તો જેમ છે તેમ જાણ્યું ને ૐધ્વનિ દ્વારા કહ્યું છે બસ. ભાઈ! તું એને સમજણમાં તો લે.
અહા! હું પર જીવોની દયા પાળી શકું છું, દીન-દુઃખિયાને સહાય કરી શકું છું, અને એ મારું કર્તવ્ય છે એમ જે માને છે તે જ્ઞેયને જ્ઞાન (આત્મા) માને છે. પુણ્ય-પાપ આદિ ભાવ પણ મારા છે, ભલા છે, કર્તવ્ય છે એમ માને છે તેય જ્ઞેયને જ્ઞાન માને છે. અહા! આમ, સર્વથા એકાન્તવાદી જગત આખું જ્ઞાન છે અર્થાત્ જગત હું છું એમ માને છે. હું આત્મા સર્વવ્યાપક છું અથવા સર્વજ્ઞેયો હું જ છું એમ વિચારી સર્વને નિજતત્ત્વની આશાથી દેખીને અજ્ઞાની પોતાને વિશ્વરૂપ કરે છે.
અરે! જેને હું કોણ છું અને કેવી રીતે છું એની ખબર નથી તે ભલે અહીં મોટો શેઠ કે રાજા હોય, તે મરીને ક્યાંય કીડી ને કાગડે જશે. શું થાય ભાઈ? મિથ્યાત્વનું એવું જ ફળ છે. જુઓ, બ્રહ્મદત ચક્રવર્તી હતા. સોળ હજાર દેવો એમની સેવા કરતા. એને ઘરે ૯૬ હજાર રાણીઓ હતી. એ હીરાના પલંગમાં પોઢતા. એના વૈભવનું શું કહેવું? અપાર વૈભવનો એ સ્વામી હતો. છતાં મરીને રૌ -રૌ નરકે ગયા કેમ? કેમકે