Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3861 of 4199

 

૪૧૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ પરજ્ઞેય વસ્તુ મારી છે એવા મિથ્યાભાવ સહિત તીવ્ર કષાયનું એવું જ ફળ હોય છે. મિથ્યાભાવ મહાપાપ છે ભાઈ! અસંયોગી તત્ત્વને છોડીને પરચીજોને જેણે પોતાની માની છે તે મરીને સંયોગમાં જ ચાલ્યો જાય છે, છુટો રહી શકતો નથી (મુક્ત થઈ શકતો નથી). શું કીધું? જેણે પોતાની આત્મવસ્તુને પરથી સર્વ પ્રકારે જુદી માની નથી, ને પરમાં જ હું છું એમ માન્યું છે તે પર સહિત જ સદા રહે છે અર્થાત્ ચાર ગતિમાં રખડી મરે છે. કોની જેમ? હરાયા ઢોરની જેમ. સમજાણું કાંઈ.....?

જેમ હાથી ચુરમું અને ઘાસને જુદા પાડયા વિના જ ભેગા જ ખાય છે તેમ જ્ઞાનસ્વરૂપી આત્મા અને જ્ઞેયોને ભેળસેળ કરી આ બધું હું છું એમ અનુભવે છે તે બધા હાથીની જેમ ઢોર જેવા છે. લોકો માંગલિકમાં બોલે ખરા કે-ચત્તારિ મંગલમ્-અરિહંતા મંગલમ્, સિદ્ધા મંગલમ્, સાહૂ મંગલમ્, કેવલી પણ્ણત્તો ધમ્મો મંગલમ્- પણ એ બોલે એટલું. પૂછો કે કેવળીએ કહેલો ધર્મ શું? તો કાંઈ ખબર ન મળે. (એમ કે એ તો કેવળી જાણે.) આત્મા જ્ઞાનસ્વરૂપી છે, તે પોતાના જ્ઞાનસ્વરૂપે-તત્પણે પરિણમે અને જ્ઞેયસ્વરૂપે- અતત્પણે ન પરિણમે તેને ધર્મ કહ્યો છે. પણ લોકો તો વ્રત કરો, ને તપ કરો, ને ભક્તિ કરો ને દાનમાં પાંચ-પચીસ લાખ ખર્ચ કરો એટલે થઈ ગયો ધર્મ -એમ માને છે. પણ બાપુ! એ તો બધા રાગના પ્રકાર પરજ્ઞેય છે. પરથી-રાગથી લાભ-ધર્મ માનીને તું પરનું આચરણ કરે એ તો બાપુ! તારી ઢોર જેવી સ્વચ્છંદ ચેષ્ટા છે. કહ્યું ને અહીં કે-એવા જીવો ઢોરની જેમ સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે. આ તો ભાઈ! થોડા શબ્દો ઘણા ગંભીર અર્થથી ભરેલા છે.

અહા! પોતે સ્વસ્વરૂપથી તત્ ને પરથી અતત્ છે છતાં પરથી-પૈસાથી, ધન- સંપત્તિ-જર-જવાહરથી, શરીરથી, ઇન્દ્રિયથી ને વિષયોથી મને ઠીક છે, આનંદ છે એમ માનનારા બહિરાત્મા પશુ જેવા નિજાનંદસ્વરૂપને ભૂલીને સ્વચ્છંદે અજ્ઞાનનું આચરણ કરે છે. તેઓ મિથ્યાદ્રષ્ટિ રહ્યા થકા દુઃખમય ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા જ કરે છે.

હવે કહે છે– ‘पुनः’ અને ‘स्याद्वाददर्शी’ સ્યાદ્વાદદર્શી તો (સ્યાદ્વાદનો દેખનાર તો), ‘यत् तत् तत् पररूपतः न तत् इति’ જે તત્ છે તે પરરૂપથી તત્ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે) એમ માનતો હોવાથી, ‘विश्वात् भिन्नम् अविश्व–विश्वघटितं’ વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી (-વિશ્વના નિમિત્તથી) રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત જ્ઞેય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞેયવસ્તુથી ભિન્ન એવા) ‘तस्य स्वतत्त्वं स्पृशेत्’ પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે-અનુભવે છે.

અહા! સ્યાદ્વાદ વડે વસ્તુને દેખનાર સ્યાદ્વાદદર્શી-ધર્મી તો...... , વસ્તુને કેવી દેખે છે? કે હું તો પોતાના જ્ઞાન ને આનંદસ્વરૂપથી તત્ છું, ને પરથી અતત્