૪૨૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ આદિનો શુભભાવ આવે છે, આવ્યા વિના રહેતો નથી. ધર્માત્માને એવો જ ધર્માનુરાગ હોય છે, તથાપિ તે વડે ધર્મ-લાભ થવો તે માનતા નથી.
नियत–व्यापार–निष्ठः’ ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેયપદાર્થોમાં જે જ્ઞેયજ્ઞાયકસંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, ‘पुमांसम् अभितः बहिः पतन्तम् पश्यन्’ આત્માને સમસ્તપણે બહાર (પરક્ષેત્રમાં) પડતો દેખીને (-સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) ‘सदा सीदति एव’ સદા નાશ પામે છે;....
જુઓ, જેમ તિર્યંચને ચુરમુ અને ખડ બે જુદી ચીજ છે એમ ભાન-વિવેક નથી, તેમ અજ્ઞાનીઓને-એકાંતીઓને મકાન, પૈસા, શરીર આદિ પરદ્રવ્યોનું ક્ષેત્ર ભિન્ન છે અને અસંખ્યપ્રદેશી પોતાનું સ્વક્ષેત્ર ભિન્ન છે એનો વિવેક નથી. તેઓ, અહીં કહે છે, પશુ છે, પશુ જેવા છે. મિથ્યાત્વના ખીલે બંધાય છે ને! તેથી તેઓ પશુ છે. આવી વાત ભાઈ!
પોતાનો જે એક જ્ઞાયકભાવ છે તે સ્વક્ષેત્રરૂપ છે, અને પરજ્ઞેયો બધા પરક્ષેત્રરૂપ છે. બન્ને ભિન્ન ભિન્ન છે. બન્ને વચ્ચે જ્ઞેય-જ્ઞાયકપણાનો વ્યવહાર સંબંધ હો, પણ કાંઈ જ્ઞાયક જ્ઞેયરૂપ થઈ જતો નથી, ને જ્ઞેયો જ્ઞાયકરૂપ થઈ જતા નથી. આ વસ્તુસ્થિતિ છે. તોપણ અજ્ઞાની પ્રાણી, પરક્ષેત્ર-આકારે જ્ઞાનની પર્યાય થતાં, આ મારી જ્ઞાન પર્યાય છે એમ ન માનતા, હું પરક્ષેત્રમાં ચાલ્યો ગયો, જ્ઞાન પરક્ષેત્રમય થઈ ગયું-એમ માને છે. અહા! પોતે સદા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ છે. સ્વપરને જાણવાપણે થવું એ એનો સ્વભાવ છે, તેથી સામે શરીર, બાગ, બંગલા ઈત્યાદિ અનેક પરક્ષેત્રસ્થિત પદાર્થો એના જ્ઞાનમાં જણાય છે. એ જેમાં જણાય છે એ સ્વક્ષેત્રમાં રહેલી જ્ઞાનની અવસ્થાનો આકાર છે, એ કાંઈ પરક્ષેત્રનો આકાર નથી. છતાં અજ્ઞાની પરક્ષેત્રનું જ્ઞાન થતાં હું બહાર પરક્ષેત્રમાં વહ્યો ગયો એમ માનતો થકો પોતાનો નાશ કરે છે. સમજાણું કાંઈ.......?
ગિરનાર, સમ્મેદશિખર, શેત્રુંજો આદિ તીર્થક્ષેત્રે જાય ત્યાં જ્ઞાનની પર્યાયમાં એ જણાય છે. એ જણાતાં અજ્ઞાની માને છે કે મારી પર્યાય તે ક્ષેત્રમય થઈ ગઈ, અર્થાત્ તે તે ક્ષેત્રથી મારી પર્યાય પવિત્ર થઈ ગઈ. મને આ ક્ષેત્ર વડે ધર્મલાભ થયો. હવે પરક્ષેત્રથી પવિત્રતા ને લાભ થવા માને તે પોતાને પરક્ષેત્રરૂપ કરે છે. તે કહે છે- ઘેર બેઠાં બેઠાં કાંઈ ભગવાન મળે? એ તો સિદ્ધક્ષેત્રે જઈએ તો મળે. હવે આવા ને આવા મૂઢ ભેગા થયા છે બધા; પરક્ષેત્રથી પોતામાં લાભ-ધર્મ થાય અને ભગવાન મળે એમ