૪૪૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ અહાહા....! એના સામર્થ્યની શી વાત! પણ અરે! આવા નિજ સામર્થ્યની પ્રતીતિ વિના, પર્યાયમાં પરભાવ જાણવામાં આવતાં એનાથી (પરભાવથી) આ ભાવ મારો પ્રગટ થયો ને વૃદ્ધિ પામ્યો એમ પરનો મહિમા કરીને અજ્ઞાની પોતાના ભાવના સામર્થ્યનો તિરસ્કાર કરે છે, અને એ રીતે નાશ પામે છે. અહા! વિકલ્પવાળું જ્ઞાન, કેવળી આદિ પરભાવને જાણવાવાળું (પરલક્ષી) જ્ઞાન પોતાની જાતનો ભાવ નથી, વિપરીત ભાવ છે, છતાં એને લઈને મને ધર્મ થશે એમ માનતો અજ્ઞાની પરભાવમાં સ્થિત થયો થકો નાશ પામે છે.
જેવું નિમિત્ત આવે તેવી પોતાના ભાવની દશા થાય એમ જે માને છે તે ખરેખર પોતાની દશાના ભાવની અંતરંગ યોગ્યતાને સ્વીકારતો નથી. તેની દ્રષ્ટિ નિરંતર નિમિત્ત- પરભાવ ઉપર જ રહે છે. તેના ચિતમાં નિમિત્તનો-પરવસ્તુનો જ મહિમા રહે છે, તેને પોતાના સ્વભાવ-સામર્થ્યનો મહિમા ઉદય પામતો નથી. ભગવાન અરિહંતની દિવ્યધ્વનિની ગર્જના થાય તો મારું વીર્ય ઉછળે ને મારામાં ભાવ પ્રગટે -એમ બાહ્યવસ્તુમાં જ અજ્ઞાની વિશ્રામ કરે છે. પણ ભાઈ! સ્વભાવના સામર્થ્યનું અંતર્લક્ષ થયા વિના તારામાં ભાવ કેમ પ્રગટે? બાહ્ય વસ્તુમાં-નિમિત્તમાં તારા ભાવને પ્રગટાવવાનું (પરિણમાવવાનું) સામર્થ્ય નથી ભાઈ! તું અવળે રસ્તે ચઢયો છો બાપુ! અહા! આ એક બોલ પણ સત્યાર્થ સમજે તો બધા ખુલાસા થઈ જાય.
તો ક્ષાયિક સમકિત ભગવાન કેવળી આદિની સમીપમાં જ થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે ને?
હા, કહ્યું છે; પણ એ તો ક્ષાયિક સમકિતના કાળે બાહ્ય નિમિત્ત કોણ હોય છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે બાપુ! બાકી ક્ષાયિક સમકિત તો અંદર પોતાના સ્વભાવની સમીપતા ને સ્વભાવનું અંતર્લક્ષ વધતાં થાય છે. સ્વભાવની સમીપતા વિના કેવળીની સમીપતા તો અનંતવાર થઈ પ્રભુ! પણ એથી શું? (એનાથી શું સાધ્ય થયું?)
ભાઈ! તું વિચાર કર. પરતંત્રતામાં તું રાજી થઈ રહ્યો છો પરંતુ એથી તારી સ્વતંત્રતા લૂંટાઈ રહી છે પ્રભુ! વર્તમાન ભલે વિકારી પર્યાય હો, પરંતુ તે એની યોગ્યતાથી થઈ છે, કર્મના ઉદયના કારણે થઈ છે એમ નથી. એક સમયની, વિકારની પર્યાયમાં ષટ્કારકરૂપે પરિણમવું એવો જ એ ભાવની પર્યાયનો સ્વભાવ છે. ત્રિકાળભાવમાં ષટ્કારકની શક્તિ ગુણરૂપે પડી છે, અને તે ભાવનું પરિણમન પોતાની પર્યાયમાં પોતાની જન્મક્ષણે પોતાના સામર્થ્યથી થાય છે. અહા! જે આમ માનતો નથી એનું લક્ષ પરભાવના મહિમામાં ગયું છે, એને સ્વભાવનો મહિમા છૂટી ગયો છે. તેથી તે અત્યંત જડ થઈ વર્તતો થકો નાશ પામે છે.
અહા! પોતાના ભાવનું સામર્થ્ય પૂરણ છે. છતાં એને ન માનતાં જે કોઈ એમ માને છે કે મારી પર્યાયમાં જે કાંઈ સામર્થ્ય પ્રગટ થાય છે તે પરને લઈને પ્રગટ થાય