शुद्ध –स्वभाव–च्युतः’ સર્વ ભાવોરૂપ ભવનનો આત્મામાં અધ્યાસ કરીને (અર્થાત્ સર્વ જ્ઞેય પદાર્થોના ભાવોરૂપે આત્મા છે એમ માનીને) શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો, ‘अनिवारितः सर्वत्र अपि स्वैरं गतभयः क्रीडति’ કોઈ પરભાવને બાકી રાખ્યા વિના સર્વ પરભાવોમાં સ્વચ્છંદતાથી નિર્ભયપણે (નિઃશંકપણે) ક્રીડા કરે છે;........
જુઓ, ભગવાન આત્મા સ્વભાવે ઈશ્વર-પરમેશ્વર છે. પરમેશ્વરની શક્તિ એનામાં ત્રિકાળ પડી છે ને? અહાહા....! જેના એક એક ગુણ પરમ ઈશ્વરતાથી ભરેલા છે એવો આત્મા અનંતગુણના સામર્થ્યનો સ્વામી છે. એની ઈશ્વરતા કોઈથી ખંડિત ન થાય એવી અખંડિત છે. એને કોઈ પરની સહાયની અપેક્ષા નથી એવો એ પરમેશ્વર છે. જગતમાં શ્રીમદે ત્રણ પ્રકારે ઈશ્વર કહ્યા છે. ધર્માત્માને ભગવાન આત્મા અનંત ચૈતન્યસ્વભાવના સામર્થ્યથી ભરેલો હોવાથી પોતે સ્વભાવ-ઈશ્વર છે. અજ્ઞાનીને રાગ અને પુણ્ય જ પોતાનું સર્વસ્વ હોવાથી તે વિભાવેશ્વર છે અને પરમાણુ જડેશ્વર છે. કેમકે તે પોતાના દ્રવ્ય-ગુણ- પર્યાયથી સ્વતંત્ર પરિણમી રહ્યો છે.
અહીં આ અજ્ઞાની વિભાવેશ્વરની વાત છે. તેને અહીં પશુ કહ્યો છે. અહાહા....! આત્મા અંદર અનંતગુણના સામર્થ્યથી ભરેલો પરમેશ્વર છે. તેની વર્તમાન દશા થઈ છે એ તો પોતાના ભાવના (ગુણના) અસ્તિત્વથી થઈ છે. ભાવમાં વર્તમાન જે પર્યાયની શક્તિ વ્યક્ત થવાયોગ્ય છે તે જ વ્યક્ત-પ્રગટ થઈ છે. તેમાં પરભાવો જાણવામાં આવતાં આ પરભાવો છે તે જ હું છું એમ અજ્ઞાની પરભાવોને પોતારૂપ કરે છે. અહા! એને સ્વભાવ-પરભાવનો કોઈ વિવેક જ નથી.
વસ્તુનું સ્વરૂપ પોતાના ભાવથી છે અને પરભાવથી નથી. પણ એમ ન માનતાં જાણવામાં આવતા શરીરાદિ પરભાવો હું છું એમ અજ્ઞાનીને ભ્રમ છે. આ શરીર હું છું, મન-વાણી-ઇન્દ્રિયો હું છું, ક્રોધાદિ હું છું -એમ પરભાવોને અજ્ઞાની પોતારૂપ માને છે. શરીરાદિથી અને રાગાદિથી લાભ થાય એમ માનનારા બધા પરભાવોને જ પોતારૂપ કરે છે. તેઓને અહીં એટલા માટે પશુ કહ્યા છે કે પશુની જેમ તેઓને સ્વભાવ-પરભાવનો કોઈ વિવેક નથી. સમજાણું કાંઈ....?
અહાહા...! સ્ત્રી-કુટુંબ-પરિવાર, દેવ-ગુરુ-શાસ્ત્ર ઈત્યાદિ પરભાવો જ્ઞાનમાં જણાય ખરા, પણ એ બધા પોતાના ભાવોના અસ્તિત્વથી ભિન્ન છે. અહા! એ સર્વ પરભાવોથી તો પોતે નાસ્તિરૂપ જુદો જ છે. પણ તે પરભાવો હું છું-દેવ તે હું છું, ગુરુ તે હું છું, શાસ્ત્ર તે હું છું કેમકે એ સર્વથી મને લાભ છે એમ માનતો અજ્ઞાની પરભાવોને