Pravachan Ratnakar (Gujarati). 17 AGuruLaghutvaShakti.

< Previous Page   Next Page >


PDF/HTML Page 4012 of 4199

 

૧૭-અગુરુલઘુત્વશક્તિઃ ૯૩

હવે શ્રીકૃષ્ણ, ગજસુકુમાર સાથે ભગવાનના સમોસરણમાં આવી પહોંચ્યા. ભગવાનનાં દર્શન કરી ભગવાનની વાણી સાંભળવા લાગ્યા. વાણી સાંભળતાં જ ગજસુકુમારનો પુરુષાર્થ અંદરથી ઉછળ્‌યો. તેઓ બોલ્યો, “ભગવન! હું તો આગાર છોડી અણગાર થવા માગું છું, મુનિદીક્ષા અંગીકાર કરવાની મારી ભાવના છે.” જુઓ, આ પુરુષાર્થ! ગજસુકુમારે જ્યાં ભગવાનની વાણી સાંભળી ત્યાં અંતર્લીન થવાનો પુરુષાર્થ ઉછળ્‌યો! ભગવાને દીઠું હશે ત્યારે થશે એમ માનીને પુરુષાર્થહીન ન થયા પણ અંદર વૈરાગ્યભાવના પ્રદીપ્ત થઈ. તેઓશ્રી માતા દેવકી પાસે રજા લેવા જાય છે. કહે છે-માતા, હું મુનિદીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું; માતા રજા આપ.

દેવકી કહે છે-‘બેટા, દેવનું આરાધન કરવાથી તો તારો જન્મ થયો છે; તું કેવા કેવા લાડમાં ઉછર્યો છે? હાથીના તાળવા જેવું આ તારું કોમળ શરીર! તને વનવાસ જવાની રજા કેમ અપાય? ત્યારે ગજસુકુમાર કહે છે- માતા! અંદર મારો આનંદસ્વરૂપ ચિદાનંદ-નિત્યાનંદ-પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે તેમાં જઈ ત્યાં જ નિવાસ કરવા હું અધીર છું; હવે એક પળ પણ હું અહીં રહી શકું નહિ, માટે હે માતા! મને રજા દેં. માતાને રુદન કરતી જોઈ કહે છે- માતા! તારે રુદન કરવું હોય તો કરી લે, પણ હવે હું ક્ષણવાર પણ થોભું તેમ નથી; હું કોલકરાર કરું છે કે ફરીને હવે હું બીજી માતા નહિ કરું, હવે હું (સંસારમાં) પાછો નહિ ફરું. હવે હું નિજ શુદ્ધાત્માની શરણમાં શીઘ્ર જ જાઉં છું. અહાહા...! જુઓ તો ખરા, જેને અંતરમાં કેવળજ્ઞાન બેઠું તેનો પુરુષાર્થ કેવો નિજ જ્ઞાનસ્વભાવની સન્મુખ ઝૂકી જાય છે! આનું નામ પુરુષાર્થ ને આ કેવળીની પ્રતીતિ છે.

વાસ્તવમાં ચાર અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. આ વીતરાગતા કયારે પ્રગટ થાય? કેવળજ્ઞાનની સત્તાનો જે અંતર્મુખ થઈ સ્વીકાર કરે તેને વીતરાગતા પ્રગટ થાય છે. કેવળજ્ઞાન માને (-કહે) અને વળી આપણે પુરુષાર્થ શું કરીએ? -એમ કહે તેને તો કેવળજ્ઞાન બેઠું જ નથી. વાસ્તવમાં જેને કેવળજ્ઞાનની સત્તાનો અંતરમાં સ્વીકાર થયો છે તે અંતઃપુરુષાર્થી છે ને તેના કેવળજ્ઞાનીએ ભવ દીઠા હોય એમ છે જે નહિ.

અમને પૂર્વના સંસ્કાર હતા એટલે આ વાત અંદરથી તે વખતેય આવતી. જુઓ આ પુરુષાર્થનું સ્વરૂપ. કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર કરે તેને તો અનંતો પુરુષાર્થ છે, અને ભગવાન કેવળજ્ઞાનીએ તે જીવના ભવ દીઠા હોય એમ છે જ નહિ; કેમકે જગતમાં કેવળજ્ઞાન છે અને તેનું સામર્થ્ય શું? -એનો સ્વીકાર અંદર કેવળજ્ઞાનસ્વભાવમાં ઝૂકવાથી જ થાય છે. અહા! પૂરણ ભરિતાવસ્થ કેવળજ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા છે તે ઘટ- વધ રહિત સદાય એવો ને એવો જ છે એમ સ્વીકારી તેના આશ્રયે પરિણમવું તે ધર્મ છે.

આમ કહી ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ પૂરી થઈ.





૧૭ઃ અગુરુલઘુત્વશક્તિ

‘ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ (-વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ) એવો જે વિશિષ્ટ (-ખાસ) ગુણ તે-સ્વરૂપ અગુરુલઘુત્વશક્તિ. [આ ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિનું સ્વરૂપ “ગોમ્મટસાર” શાસ્ત્રમાંથી જાણવું. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ ષટ્સ્થાનોમાં પડતી-સમાવેશ પામતી- વસ્તુસ્વભાવની વૃદ્ધિહાનિ જેનાથી (-જે ગુણથી) થાય છે અને જે (ગુણ) વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ ગુણ આત્મામાં છે; તેને અગુરુલઘુત્વગુણ કહેવામાં આવે છે. આવી અગુરુલઘુત્વશક્તિ પણ આત્મામાં છે.]