Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4037 of 4199

 

૧૧૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પ્રગટ થયા છે તથા તેરમા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો સર્વથા પ્રગટ થાય છે.” જુઓ જ્ઞાન, દર્શન, આનંદ ગુણનો એક અંશ પ્રગટ થાય છે એમ નથી કહ્યું, પણ જ્ઞાનાદિ ગુણોનો એટલે જ્ઞાનાદિ સર્વ ગુણોનો એકદેશ ચોથા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે એમ વાત છે. અહાહા...! અનંત... અનંત... અનંત ગુણરત્નોનો ભંડાર ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા છે. અને સમ્યગ્દર્શન પ્રગટ થતાં તેના જ્ઞાનાદિ સર્વ ગુણોનો એક અંશ વ્યક્તરૂપે પર્યાયમાં પરિણમે છે. આનું નામ સમ્યગ્દર્શન છે.

અહા! આત્માની એકેક શક્તિમાં અનંતુ સામર્થ્ય છે. એકેક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. એકેક શક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે. તેથી નિષ્ક્રિયત્વશક્તિ દ્રવ્ય-ગુણમાં ત્રિકાળ વ્યાપક છે. અને ત્રિકાળી દ્રવ્યનું ભાન થતાં નિષ્ક્રિયત્વશક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે. આ પ્રમાણે નિષ્ક્રિયત્વશક્તિનો અયોગપણારૂપ અંશ ચોથા ગુણસ્થાને સમકિતીને પર્યાયમાં પ્રગટ થાય છે. ચાર અઘાતિ કર્મોનો નાશ થતાં જે પ્રતિજીવી ગુણો પ્રગટ થાય છે તેનો પણએક અંશ ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં આ વાત સ્પષ્ટ કરતાં ત્યાં કહ્યું છે-“વળી ભાઈશ્રી! તમે ત્રણ દ્રષ્ટાંત લખ્યાં અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત સર્વાંગ મળતાં આવે નહિ. દ્રષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચંદ્ર, જળ બિંદુ, અગ્નિકણ એ તો એકદેશ છે અને પૂર્ણિમાનો ચંદ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વદેશ છે. એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો એકદેશ પ્રગટ થયા છે તથા તેરમા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો સર્વથા પ્રગટ થાય છે.”

ચંદ્રમાનું દ્રષ્ટાંત અહીં સર્વાંગ લાગુ ન પડે. ચંદ્રનો જેમ થોડો ભાગ વ્યક્ત છે અને બાકીના ભાગમાં આવરણ છે તેમ અહીં સિદ્ધાંતમાં લાગુ ન પડે. સમ્યગ્દર્શન થતાં આખું દ્રવ્ય ખ્યાલમાં આવે છે, અને વ્યક્તમાં અસંખ્ય પ્રદેશે અનંત ગુણોનો એક અંશ પ્રગટ થાય છે. ચંદ્રનો તો અમુક ભાગ ખુલ્લો છે, અને બાકીના ભાગમાં આવરણ છે, આ દ્રષ્ટાંત અહીં સિદ્ધાંતમાં સર્વાંગ લાગુ પડતું નથી. ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશના ક્ષેત્રમાં અનંત ગુણોનાં નિધાન પડયાં છે. તે અનંત ગુણ પૂરા ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશમાં વ્યાપક છે. સમ્યગ્દર્શન થતાં ચોથા ગુણસ્થાને તે જ્ઞાનાદિ સર્વ ગુણોનો અસંખ્ય પ્રદેશમાં એક અંશ વ્યક્ત થાય છે; કોઈ ગુણ બાકી રહેતો નથી. ચાર પ્રતિજીવી ગુણો તથા આ નિષ્ક્રિયત્વશક્તિનો પણ પર્યાયમાં એક અંશ પ્રગટ થાય છે. અહા! આવું અલૌકિક સમ્યગ્દર્શન છે.

સમયસારની ગાથા ૧૧ જૈનદર્શનનો પ્રાણ છે. તેમાં કહ્યું છે-

ववहारो डभूदत्थो भूदत्थो देसिदो दु सुध्दणओ।
भुदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो।।

વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે.

પં. શ્રી કૈલાસચંદ્રજીએ આ ગાથાને જૈનદર્શનનો પ્રાણ કહ્યો છે. ભૂતાર્થ, ત્રિકાળ સત્યાર્થ સચ્ચિદાનંદસ્વરૂપ નિજ આત્મદ્રવ્ય છે. તેનો આશ્રય લેતાં પર્યાયમાં અસંખ્ય પ્રદેશે અનંત ગુણનો એક અંશ પ્રગટ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન છે.

જુઓ, આસ્રવ અધિકારની ગાથા ૧૭૬ના ભાવાર્થના બીજા ફકરામાં કહ્યું છે-“સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાસ્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. (ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી;...)” અહીં ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિની વાત કરી, પણ દરેક સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાનમાં નિષ્ક્રિયત્વશક્તિનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે એમ સમજવું. અહો! આ વાત અદ્ભુત અલૌકિક અને સૂક્ષ્મ ગંભીર છે! ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે તેની તથા તેરમા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશરૂપ પ્રગટ થયા છે તેની એક જ જાતિ છે એમ સમજવું-આમ કહીને પં. શ્રી ટોડરમલજીએ અદ્ભુત રહસ્ય ખુલ્લું કર્યું છે. ભાઈ! આવી વાત સર્વજ્ઞના મારગ સિવાય કયાંય નથી.

બહારમાં ધન-લક્ષ્મીનો ભંડાર મળે એ તો પુણ્ય હોય તો મળે, એમાં કાંઈ કોઈની હોશિયારી કે ડહાપણ કામ આવતું નથી. પણ જેણે પોતાનું ડહાપણ-વિવેકજ્ઞાન અંદર અનંતગુણનિધાન ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભર્યો છે તેને જોવા-જાણવામાં લગાવ્યું, અહાહા...! તેને, કહે છે, દ્રવ્યમાં અસંખ્ય પ્રદેશે જે અનંત ગુણ-શક્તિઓ છે તે બધીનો એક અંશ