Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 405 of 4199

 

૧૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ શરીરની અવસ્થા તે હું નહિ’-આવું (સ્વસંવેદન) જ્ઞાન તે નિર્મળ ભેદજ્ઞાન છે. ઇન્દ્રિયો પર અને હું સ્વ-એમ એકલું વિકલ્પ દ્વારા ધારી રાખવું તે કાંઈ નિર્મળ ભેદજ્ઞાન નથી.

આ જીવ ધર્મ કેમ પામે એની અહીં વાત કરે છે. જોકે વાત ક્રમે સમજાવે છે પણ અંદરમાં ક્રમ નથી. સમજાવવામાં ક્રમ પડે છે, પણ જ્યારે ભિન્ન પડે છે ત્યારે એકીસાથે ભિન્ન થાય છે. નિર્મળ ભેદ-અભ્યાસ એટલે પરથી ભેદ પાડવાનો અભ્યાસ. તે નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી એટલે કે જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ ઢાળવાથી અંદરમાં પ્રગટ જે અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તે પ્રાપ્ત થાય છે. અને તેના અવલંબનના બળથી દ્રવ્યેન્દ્રિયોને સર્વથા પોતાથી જુદી કરાય છે. કથંચિત્ જુદી કરાય છે એમ નહિ, સર્વથા જુદી કરાય છે. શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિયો અતિ સ્થૂળ અને જડ છે. અને નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ જે દ્રવ્યસ્વભાવ તે અતિ સૂક્ષ્મ અને ચૈતન્યસ્વરૂપ છે. આવા અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબનના બળ વડે દ્રવ્યેન્દ્રિયોને જુદી પાડવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પામવાની કળા છે. આવી વાત સાંભળવા મળે નહિ અને બિચારા અહોનિશ વેપાર-ધંધામાં મશગુલ રહે તે ધર્મ કેમ કરી પામે? અરે! આત્માના જ્ઞાન વિના જિંદગી ચાલી જાય છે!

અનાદિથી અજ્ઞાની જડ શરીરને અને આત્માને એકપણે માને છે. તેને શ્રીગુરુ કહે છે કે-પ્રભુ! તું (આત્મા) તેનાથી (ઇન્દ્રિયોથી) ભિન્ન છે. ત્યાં શ્રીગુરુની વાત ધારણામાં લઈ તે અંતરમાં એકાગ્ર થવાનો પ્રયોગ કરે છે. અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ અંદરમાં વસ્તુ તરીકે જે પ્રગટ છે તેને નિર્મળ ભેદ-અભ્યાસથી પ્રાપ્ત કરી તેમાં એકાગ્ર થતાં, તેનો આશ્રય કરતાં દ્રવ્યેન્દ્રિયો સર્વથા જુદી પડે છે. આ સમ્યગ્દર્શન એટલે ધર્મનું પહેલું પગથિયું પ્રાપ્ત કરવાની રીત છે. જુઓ, કેટલી વાત કરી છે? એક તો કર્મના ઉદ્રયને વશ થવાથી વિકાર-મિથ્યાભાવ થાય છે. તે વડે જીવ પોતાને અને દ્રવ્યેન્દ્રિયોને એકપણે માને છે પણ જુદાઈ માનતો નથી. બીજું શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયોને પોતાથી જુદી પાડવાનો અભ્યાસ તે નિર્મળ ભેદજ્ઞાન છે. આવા નિર્મળ ભેદજ્ઞાન વડે પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં દ્રવ્યેન્દ્રિયો જુદી પડી જાય છે. આ ધર્મ પામવાની રીત છે.

અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ અંદરમાં વસ્તુ તરીકે પ્રગટ છે. ગાથા ૪૯ માં તેને અવ્યક્ત કહ્યો છે. ત્યાં તો પર્યાય જે વ્યક્ત છે તેની અપેક્ષાએ અવ્યક્ત કહ્યો છે. વસ્તુ તરીકે તો તે પ્રગટ, સત્, મોજૂદ, અસ્તિપણે વિદ્યમાન છે. આવા અંતરંગમાં વિદ્યમાન અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબન-આશ્રય વડે દ્રવ્યેન્દ્રિયોને પોતાથી સર્વથા જુદી કરવી તેને દ્રવ્યેન્દ્રિયોનું જીતવું કહેવાય છે. કાનમાં ખીલા નાખવા કે આંખો બંધ કરી દેવી ઇત્યાદિ