ગાથા ૩૧ ] [ ૧૨પ કાંઈ જિતેન્દ્રિયપણું નથી. હજી દ્રવ્યેન્દ્રિયો કોને કહેવાય એની પણ ખબર નથી તે ઇન્દ્રિયોને જીતે શી રીતે?
હવે ભાવેન્દ્રિયોને જીતવાની વાત કરે છે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. કાનનો ઉઘાડ શબ્દને જાણે, આંખનો ક્ષયોપશમ રૂપને જાણે, સ્પર્શનો ઉઘાડ સ્પર્શને જાણે ઇત્યાદિ પોતપોતાના વિષયોમાં વ્યાપાર કરી જે વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. આ બાહ્ય ઇન્દ્રિયોની વાત નથી. એક એક ઇન્દ્રિય પોતપોતાનો વ્યાપાર કરે છે તેથી જ્ઞાનને તે ખંડખંડરૂપ જણાવે છે. જેમ દ્રવ્યેન્દ્રિયો અને આત્માને એકપણે માનવાં તે અજ્ઞાન છે તેમ જ્ઞાનને ખંડખંડરૂપે જણાવનાર ભાવેન્દ્રિયો અને જ્ઞાયકને એકપણે માનવાં એ પણ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. જુદા જુદા પોતપોતાના વિષયોને જે ખંડખંડ ગ્રહણ કરે છે અને અખંડ એકરૂપ જ્ઞાયકને જે ખંડખંડરૂપે જણાવે છે તે ભાવેન્દ્રિયોની જ્ઞાયક આત્મા સાથે એક્તા કરવી તે મિથ્યાત્વ છે.
દ્રવ્યેન્દ્રિયો છે તે શરીરપરિણામને પ્રાપ્ત છે, જ્યારે ભાવેન્દ્રિયો જ્ઞાનના ખંડખંડ પરિણામને પ્રાપ્ત છે. જે જ્ઞાન એક એક વિષયને જણાવે, જ્ઞાનને ખંડખંડરૂપે જણાવે, અંશી (જ્ઞાયક) ને પર્યાયમાં ખંડરૂપે જણાવે તે ભાવેન્દ્રિયો છે. જેમ જડ દ્રવ્યેન્દ્રિયો જ્ઞાયકનું પરજ્ઞેય છે તેમ ભાવેન્દ્રિયો પણ જ્ઞાયકનું પરજ્ઞેય છે. અહીં જ્ઞેય-જ્ઞાયકના સંકર-દોષનો પરિહાર કરાવે છે. જેમ શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો જ્ઞેય અને આત્મા જ્ઞાયક ભિન્ન છે તેમ ભાવેન્દ્રિયો પણ પરજ્ઞેય છે અને આત્મા જ્ઞાયક ભિન્ન છે. અહાહા! એક એક વિષયને જાણનાર જ્ઞાનનો ક્ષયોપશમ તથા અખંડ જ્ઞાનને ખંડખંડપણે જણાવનાર ભાવેન્દ્રિય તે જ્ઞાયકનું પરજ્ઞેય છે અને જ્ઞાયક પ્રભુ આત્માથી ભિન્ન છે. આમાં અખંડ એક ચૈતન્યશક્તિપણાની પ્રતીતિનું જોર લીધું છે. પહેલાં દ્રવ્યેન્દ્રિયોને ભિન્ન કરવામાં એના (જ્ઞાયકભાવના) અવલંબનનું બળ લીધું છે. જ્ઞાયકભાવ એક અને અખંડ છે, જ્યારે ભાવેન્દ્રિય અનેક અને ખંડખંડરૂપ છે. અખંડ એક જ્ઞાયકભાવરૂપ ચૈતન્યશક્તિની પ્રતીતિ થતાં અનેક અને ખંડખંડરૂપ ભાવેન્દ્રિય જુદી થાય છે-ભિન્ન જણાય છે. આ રીતે અખંડ જ્ઞાયકભાવની પ્રતીતિ વડે જ્ઞાનને ખંડખંડરૂપ જણાવનાર પરજ્ઞેયરૂપ ભાવેન્દ્રિયને સર્વથા જુદી કરવી એ ભાવેન્દ્રિયોનું જીતવું છે એમ કહેવાય છે.
આ ગાથામાં જ્ઞેય-જ્ઞાયકના સંકરદોષના પરિહારની વાત છે. શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો પરજ્ઞેય હોવા છતાં તે મારી છે એવી એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વભાવ, સંકર-ખીચડો છે. જેની આવી માન્યતા છે તેણે જડની પર્યાય અને ચૈતન્યથી પર્યાયને એક કરી છે. તેવી રીતે એક એક વિષય (શબ્દ, રસ, રૂપ, ઇત્યાદિ) જાણવાની યોગ્યતાવાળો ક્ષયોપશમભાવ તે ભાવેન્દ્રિય છે. તે પણ ખરેખર પરજ્ઞેય છે. પરજ્ઞેય અને