૧૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ ત્રીજા બોલમાં જ્ઞેય-જ્ઞાયકની નિકટતા સામે ચૈતન્યશક્તિનું અસંગપણું લીધું છે. આ તો ત્રણલોકના નાથની વાણીનો સાર છે.
અહાહા! જે પંથે પ્રયાણ કરતાં અનંત આનંદ પ્રગટે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવ-કથિત પંથ અપૂર્વ છે. આવા અપૂર્વ માર્ગની વાત જેને સાંભળવા પણ ન મળે તે પ્રયોગ શી રીતે કરે? જેના ફળમાં સાદિ અનંત અનંત સમાધિ-સુખ પ્રગટે તે મોક્ષમાર્ગનો મહિમા કેટલો કરીએ? ભાઈ! પરપદાર્થનો સંયોગ મળવો એ તો પૂર્વનાં પુણ્ય-પાપને આધીન છે. પણ જો અંદરમાં પુરુષાર્થ કરે તો આ મોક્ષમાર્ગ પ્રગટ થયા વિના રહે નહિ. અહો! આચાર્ય અમૃતચંદ્રદેવે ટીકામાં અમૃતની ધારા વહેવડાવી છે.
કેવળીની વાણીમાં પણ જેનું વર્ણન પુરેપુરું આવી શકયું નથી એવી અમૂલ્ય ચીજ આત્મા છે. એવા આત્માને સ્વયમેવ અંતરમાં અનુભવમાં આવતા અસંગપણા વડે ઇંદ્રિયોના વિષયોથી જુદો કર્યો. જેણે પરથી અધિકપણે-ભિન્નપણે પૂર્ણ આત્માને જાણ્યો, સંચેત્યો અને અનુભવ્યો તેણે ઇંદ્રિયોના વિષયોને જીત્યા. જડ ઇંદ્રિયો, ભાવેન્દ્રિય અને તેના વિષયભૂત પદાર્થો એ ત્રણેય જ્ઞાનનું પરજ્ઞેય છે. એ ત્રણેયને જેણે જીત્યા એટલે એ સર્વથી જે ભિન્ન પડયો તે જિન થયો, જૈન થયો. સ્વપરની એક્તાબુદ્ધિ વડે તે અજૈન હતો. હવે પરથી ભિન્ન પડી નિર્મળ પર્યાયને પ્રગટ કરી તે જીતેન્દ્રિય જિન થાય છે.
પ્રશ્નઃ– આ ગાથામાં ‘સર્વથા જુદા કર્યા’ એમ આવે છે. પણ જૈનમાં તો ‘સર્વથા’ ન હોય ને?
ઉત્તરઃ– જેમ નાળિયેરમાં છાલાં, કાચલી અને ઉપરની રાતડ સે સર્વથી અંદર જે સફેદ ગોળો છે તે સર્વથા ભિન્ન છે. તેમ ભગવાન આત્મા-ચૈતન્યગોળો શરીર, કર્મ અને પુણ્ય-પાપના (રાતડ) ભાવથી સર્વથા ભિન્ન છે. અને તે અનુભવમાં આવતાં પરથી સર્વથા ભિન્ન પડે છે, કથંચિત્ ભિન્ન અને કથંચિત્ એક એમ નહીં. સમયસાર કલશટીકામાં શ્લોક ૧૮૧ માં પાંચવાર ‘સર્વથા’ આવે છે. દાખલા તરીકેઃ ‘શુદ્ધત્વપરિણમન સર્વથા સકળ કર્મોના ક્ષય કરવાનું કારણ છે,’ ‘આવું શુદ્ધત્વપરિણમન સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે,’ ‘શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે,’ ઇત્યાદિ. જ્યાં જે અપેક્ષા લાગે ત્યાં ‘સર્વથા’ જ હોય. જેમકે દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય જ છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય જ છે. આવો માર્ગ છે તે જાણે નહિ અને બહારથી વ્રત કરે અને તપ કરે પણ એ તો બાળવ્રત અને બાળતપ છે, ભાઈ!
આ પ્રકારે જે કોઈ મુનિ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયભૂત પરપદાર્થોને જીતે છે તેને સઘળો જ્ઞેય-જ્ઞાયકસંકરદોષ દૂર થાય છે. જણાવા યોગ્ય ચીજ જ્ઞાયકની છે અને જાણનાર જ્ઞાયક જણાવાયોગ્ય ચીજનો છે એમ જાણવું એ અજ્ઞાન છે, જ્ઞેયજ્ઞાયકસંકરદોષ