ગાથા ૩૧ ] [ ૧૨૯ છે. જડ ઇંદ્રિય, ભાવેન્દ્રિય અને ભગવાન તથા ભગવાનની વાણી ઇત્યાદિ ઇંદ્રિયના વિષયો પરજ્ઞેયરૂપ હોવાથી પોતાથી ભિન્ન છે. છતાં અજ્ઞાની તેમને પોતાની માને છે, કારણ કે જેનાથી લાભ થવો માને તેને પોતાની માન્યા વગર રહે નહિ. પરંતુ જો તે પોતાના અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવને અવલંબે, અખંડ એક જ્ઞાયકનો આશ્રય લે, અસંગ એવા નિજ ચૈતન્યને અનુભવે તો એ સઘળો દોષ દૂર થાય છે.
સમજાવવા કથન કરે એમાં ક્રમ પડે છે. પણ જ્યારે આશ્રય લેવામાં આવે છે ત્યારે એકસાથે બધી ઇંદ્રિયો (દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયભૂત પદાર્થો) જીતાય છે. અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબનના બળ વડે જ્યારે દ્રવ્યેન્દ્રિયને જીતે છે ત્યારે ભાવેન્દ્રિય અને ઇંદ્રિયોના વિષયોનું લક્ષ છૂટી ગયું હોય છે. ભાવેન્દ્રિયને જીતે ત્યારે પણ અખંડ એક ચૈતન્યશક્તિની પ્રતીતિ થતાં દ્રવ્યેન્દ્રિય અને પરપદાર્થોનું લક્ષ છૂટી જાય છે. તેવી જ રીતે જ્યારે પર વિષયોને જીતે છે ત્યારે દ્રવ્ય ઉપર જ લક્ષ હોવાથી જડ ઇંદ્રિયો અને ભાવેન્દ્રિય જીતાઈ જાય છે. સમજાણું કાંઈ? ભાઈ! આ તો સમજણનો માર્ગ છે. સમજવું, સમજવું એ શું કરવાનું નથી? જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે તે જાણવા સિવાય બીજું કરે શું?
જેમ ટાંકણાથી કોતરેલી પત્થરની મૂર્તિ હોય તેમ આ ભગવાન આત્મા એક અખંડ ટંકોત્કીર્ણ જ્ઞાનસ્વભાવરૂપ છે. રાગ અને પરથી ભિન્ન પડતાં તે જેવો છે તેવો દેખાય છે. જ્ઞાની સમાધિકાળમાં જ્ઞાનસ્વભાવ વડે સર્વ ઇન્દ્રિયોથી પરમાર્થે જુદા આત્માને અનુભવે છે. દ્રવ્યસંગ્રહ, ગાથા ૪૭ માં આવે છે કે નિશ્ચયરત્નત્રયસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ અને વ્યવહાર-રત્નત્રયાત્મક વ્યવહાર મોક્ષમાર્ગ એમ બન્ને પ્રકારનો મોક્ષમાર્ગ નિર્વિકાર સ્વસંવેદનસ્વરૂપ પરમ ધ્યાનમાં મુનિને પ્રગટ થાય છે. અંદર ધ્યાનમાં જતાં જ્ઞેય-જ્ઞાયકની ભિન્નતા થતાં ઇન્દ્રિયો જીતાય છે ત્યારે જે અબુદ્ધિપૂર્વકનો રાગ રહે છે તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. આ રીતે જે પોતાના આત્માને (સર્વ ઇન્દ્રિયોથી ભિન્ન) અનુભવે છે તે જીતેન્દ્રિય જિન છે.
દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો એ ત્રણેયને ઇન્દ્રિય કહે છે. તે સર્વનું લક્ષ છોડીને પોતાના જ્ઞાનસ્વભાવ વડે પરથી અધિક-ભિન્ન એવા નિજ પૂર્ણ શુદ્ધ ચૈતન્યનો જે અનુભવ કરે છે તેને નિશ્ચયનયના જાણનાર ગણધરદેવ જિતેન્દ્રિય જિન અને ધર્મી કહે છે. રાગ હોય છે પણ તે આત્માનો પરમાર્થ સ્વભાવ નથી. તે રાગથી- પુણ્ય-પાપથી પૃથક્ થઈને જ્યારથી જ્ઞાયકસ્વભાવનો અનુભવ થાય છે ત્યારથી જિનપણાની ધર્મની શરૂઆત થાય છે, જ્ઞાનસ્વભાવ-જાણનસ્વભાવ રાગમાં કે પર અચેતન પદાર્થોમાં નથી તેથી જ્ઞાનસ્વભાવ વડે આત્મા તે સર્વથી ભિન્ન-અધિક છે.