Pravachan Ratnakar (Gujarati). Gatha: 32.

< Previous Page   Next Page >


PDF/HTML Page 413 of 4199

 

ગાથા–૩૨

अथ भाव्यभावकसङ्करदोषपरिहारेण–

जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं जिदमोहं साहुं परमट्ठवियाणया बेंति।। ३२ ।।

यो मोहं तु जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्।
तं जितमोहं साधुं परमार्थविज्ञायका ब्रुवन्ति।। ३२ ।।

હવે ભાવ્યભાવક-સંકરદોષ દૂર કરી સ્તુતિ કહે છેઃ-

જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને,
પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨.

ગાથાર્થઃ– [यः तु] જે મુનિ [मोहं] મોહને [जित्वा] જીતીને [आत्मानम्] પોતાના આત્માને [ज्ञानस्वभावाधिकं] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવોથી અધિક [जानाति] જાણે છે [तं साधुं] તે મુનિને [परमार्थविज्ञायकाः] પરમાર્થના જાણનારાઓ [जितमोहं] જિતમોહ [ब्रुवन्ति] કહે છે.

ટીકાઃ– મોહકર્મ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદ્રયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે તોપણ તેના અનુસારે જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્માભાવ્ય, તેને ભેદજ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને, સમસ્ત ભાવ્યભાવક-સંકરદોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ (નિશ્ચલ) અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્યભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને જે (મુનિ) અનુભવે છે તે નિશ્ચયથી ‘જિતમોહ જિન’ (જેણે મોહને જીત્યો છે એવા જિન) છે. કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ સમસ્ત લોકના ઉપર તરતો, પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનાશી, પોતાથી જ સિદ્ધ અને પરમાર્થસત્ એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.

આ રીતે ભાવ્યભાવક ભાવના સંકરદોષને દૂર કરી બીજી નિશ્ચયસ્તુતિ છે.

આ ગાથાસૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે; તેમાં ‘મોહ’ પદને બદલીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને અગિયાર સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન-