ગાથા ૩૨ ] [ ૧૩૩ એ પાંચનાં સૂત્રો ઇંદ્રિયસૂત્રદ્વારા જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં; એમ સોળ સૂત્રો જુદાં જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થઃ– ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃતિથી પોતાનો આત્મા ભાવ્યરૂપ થાય છે તેને ભેદજ્ઞાનના બળથી જુદો અનુભવે તે જિતમોહ જિન છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતાં મોહનો ઉદ્રય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે છે તેને જિતમોહ કહ્યો છે; અહીં મોહને જીત્યો છે; તેનો નાશ થયો નથી.
શિષ્યનો પ્રશ્ન હતો કે જ્યારે શરીરના વર્ણનથી આત્માનાં વર્ણન અને સ્તુતિ થતાં નથી તો આત્માની-કેવળીની નિશ્ચયસ્તુતિ કોને કહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ગાથા ૩૧, ૩૨ અને ૩૩ માં કેવળીના ગુણોની સ્તુતિ કોને કહેવાય છે એની વાત કરી છે. તેમાં પ્રથમ ૩૧ મી ગાથામાં કહ્યું કે-દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયો એ ત્રણેયનું લક્ષ છોડીને જ્ઞાનાનંદસ્વભાવ જે પરથી ભિન્ન-અધિક પરિપૂર્ણ છે તેનો અનુભવ કરવો તે પહેલા પ્રકારની કેવળીની સ્તુતિ છે. હવે આ ગાથામાં બીજા પ્રકારની સ્તુતિ કોને કહેવાય તે કહે છે.
કર્મનો ઉદ્રય આવે છે તે ભાવક છે, અને તે ભાવકને અનુસરીને જે વિકાર થાય છે તે ભાવ્ય છે. આ ભાવ્ય-ભાવકની એક્તા છે ત્યાં સુધી તેટલો અસ્થિરતાનો દોષ છે. એક્તા છે એટલે કે સમક્તિીને કર્મના ઉદ્રયના અનુસાર વિકારી પરિણતિ થાય છે એની વાત છે. (એક્તાબુદ્ધિ છે એમ નહિ). સમ્યગ્દ્રષ્ટિને આત્માના આનંદનો અનુભવ હોવા છતાં પર્યાયમાં કર્મના ઉદ્રય તરફનું વલણ છે. એને અહીં ભાવ્યભાવક સંકરદોષ કહે છે. આ દોષ મિથ્યાત્વનો નથી, પણ ચારિત્રનો છે. આ દોષ કર્મના ઉદ્રયના કારણે થાય છે એમ નથી પણ તે કર્મના ઉદ્રયને અનુસરીને થતી પોતાની પરિણતિના કારણે છે. તે પરિણતિને ઉદ્રયથી દૂર હઠાવતાં (ઉદ્રયને હઠાવવાનો નથી) પર તરફનું જોડાણ છૂટી જાય છે. ત્યારે તેને ભાવ્યભાવક-સંકરદોષ દૂર થાય છે. આ બીજા પ્રકારની સ્તુતિ છે.
ભાવક જે કર્મ છે તેને અનુસરીને પર્યાયમાં જે વિકાર થવાની લાયકાત છે તે ભાવકનું ભાવ્ય છે. નિમિત્તના વલણમાં ભાવ્યભાવકપણાની એકપણાની જે વૃત્તિ થાય છે તે ભાવ્ય-ભાવક-સંકરદોષ તે. તેને જે જીતે છે ભાવ્યભાવક દોષ રહિત થાય છે. આ અંદરની પોતાની સ્તુતિ છે. રાગ અને નિમિત્તનું લક્ષ છોડી સ્વભાવનું લક્ષ કરવાથી, નિમિત્તને આધીન જે ભાવ્ય-વિકારી ભાવ થતો હતો તે થયો નહિ તેને અહીં કેવળીની બીજા પ્રકારની સ્તુતિ કહે છે. જેને આ બીજા પ્રકારની સ્તુતિ થઈ હોય તેને પહેલા પ્રકારની સ્તુતિ તો હોય જ છે.
જ્ઞાનીએ-મુનિએ મિથ્યાત્વ તો જીત્યો છે, પરંતુ હજુ કર્મનો જે ઉદ્રય આવે છે તેમાં જોડાણ ન કરતાં જ્ઞાનસ્વભાવ વડે સર્વ પરદ્રવ્યોથી અધિકપણે પોતાના સ્વરૂપમાં