૧૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ રહીને જે ઉદ્રયને જાણે છે તે મુનિ જિતમોહ કહેવાય છે. ઇન્દ્રિયોની એક્તા તૂટી ગઈ છે અને સ્વભાવની એક્તા થઈ છે. તેથી જ્ઞાનીને જ્ઞેય-જ્ઞાયક-સંકરદોષ નાશ પામ્યો છે. પણ હજુ અસ્થિરતામાં કર્મનો ઉદ્રય જે ભાવક છે તે તરફના ઝુકાવથી વિકારરૂપ ભાવ્ય થાય છે. આ ભાવ્યભાવક-સંકરદોષ છે. નિશ્ચયથી આત્મા ખરેખર વિકારનો ર્ક્તા નથી. તેથી કર્મના ઉદયને ભાવક કહી તે ઉદય વિકારરૂપ ભાવ્ય કરનાર છે તેમ કહ્યું છે. તે ભાવ્ય- ભાવક સંબંધને જ્ઞાનીએ પોતાના સ્વભાવનો આશ્રય લઈને હઠાવી દીધો. એટલે કે ઉદ્રયને અનુસરીને તેને ભાવ્ય જે વિકાર થતો હતો તે સ્વભાવનો આશ્રય થતાં થયો નહિ. ત્યારે તેને ભાવ્યભાવકસંકરદોષ દૂર થયો. તેથી તેને પરમાર્થના જાણનારાઓ જિતમોહ કહે છે.
આ ગાથામાં જે મોહકર્મની વાત છે તે ચારિત્રમોહની વાત છે. ચારિત્રમોહનો ઉદ્રય આવે છે તેમાં જ્ઞાનીને એક્તાબુદ્ધિ થતી નથી. પરંતુ જે અસ્થિરતા થાય છે તે કર્મને વશ થતાં થાય છે. તે વિકારનું-અસ્થિરતાનું જે પરિણમન છે તેનો ર્ક્તા જ્ઞાની આત્મા છે. કારણ કે ભાવ્ય થવાને લાયક જ્ઞાની આત્મા પણ છે. પ્રવચનસારમાં ૪૭ નયમાં એક ર્ક્તૃનય આવે છે. તેમાં કહ્યું છે કે જેમ રંગરેજ રંગને કરે છે તેમ ધર્માત્મા (પણ) રાગરૂપે પરિણમે છે. માટે તે રાગનો ર્ક્તા ધર્માત્મા પોતે છે. કર્મથી રાગ થાય છે કે કર્મ રાગનો ર્ક્તા છે એમ નથી. હવે કહે છે કે જેણે પોતાની પર્યાયને જ્ઞાયક તરફ ઝુકાવીને નિમિત્ત-ભાવકને આશ્રયે જે વિકાર થતો હતો તેને દૂરથી છોડી દીધો-એટલે કે પહેલાં વિકાર કર્યો અને પછી છોડી દીધો એમ નહિ, પણ વિકાર થવા જ ન દીધો તેને જિતમોહ કહે છે.
જડ મોહકર્મ ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ ઉદ્રયરૂપ થાય છે. ફળ દેવાના સામર્થ્યથી એટલે અનુભાગથી. અહીં જે કર્મ સત્તામાં પડયાં છે તેની વાત નથી, પણ ઉદ્રયમાં આવ્યાં છે એની વાત છે. ઉદ્રયપણે જે કર્મ પ્રગટ થાય છે તે ભાવક છે, અને વિકારી થવાને લાયક જે જીવ છે તેને એ કર્મનો ઉદ્રય નિમિત્ત કહેવાય છે. કર્મ ભાવક કોને થાય છે? કે જે (જીવ) કર્મને અનુસરીને વિકાર-ભાવ્ય કરે છે તેને જ કર્મનો ઉદય ભાવક કહેવાય છે અને તે જીવને ભાવ્ય કહેવાય છે. ભાવક કર્મનો ઉદય તો જડમાં આવે છે, પરંતુ તેના અનુસારે જ્યાં સુધી પ્રવૃત્તિ છે ત્યાં સુધી અસ્થિરતા થાય છે તથા ભાવ્યરૂપ વિકાર થાય છે. તેથી ભાવ્ય-ભાવક બન્ને એક થાય છે. એક થાય છે એનો અર્થ એમ છે કે બન્નેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે. સમક્તિી છે એ જિતેન્દ્રિય જિન થયો છે, પરંતુ હજુ ભાવ્યભાવક-સંકરદોષ ટાળવાનો બાકી છે. ચારિત્ર-મોહનો ઉદ્રય આવે છે અને તેના અનુસારે પ્રવૃત્તિ થવાથી ભાવ્ય-વિકારીદશા થાય છે. જ્ઞાની તે વિકારી ભાવ્યનો ઉપશમ કરે છે. તે બીજા પ્રકારની સ્તુતિ છે.