ગાથા ૩૨ ] [ ૧૩પ ત્યારે જ્ઞાની આત્માની, પોતાની અસ્થિરતાથી તેને અનુસરવાની પ્રવૃત્તિ હોવાથી ભાવકના નિમિત્તે ભાવ્ય એવા વિકારભાવે પરિણમે છે. કર્મનો ઉદ્રય આવે માટે તેને અનુસરવું જ પડે એમ નથી. પરંતુ કર્મનો ઉદ્રય આવે ત્યારે જો તેને અનુસરે તો તે ભાવ્ય થાય છે. ત્યાં સુધી બીજા પ્રકારની સ્તુતિ થતી નથી. આત્માના ગુણની શુદ્ધિ વધે તો તેની સ્તુતિ થાય છે. વિકારી પર્યાય જે નિમિત્તને અનુસરીને થાય છે એમાં ભાવ્યભાવક-સંકરદોષ છે. આ દોષને જે જીતે તેને બીજા પ્રકારની સ્તુતિ-આત્માના ગુણની શુદ્ધિની વૃદ્ધિ હોય છે. અહો! આચાર્યની ટીકા કેવી ગજબ છે! જાણે એકલાં અમૃત અને ન્યાય ભર્યાં છે! ‘जो इंदिये जिणित्ता’ એટલે કે અનિન્દ્રિય એવા ભગવાન આત્માને જે રાગ, નિમિત્ત અને એક સમયની પર્યાયથી પણ ભિન્ન કરીને અનુભવે અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન દ્વારા જે અતીન્દ્રિય આનંદને અનુભવે-વેદે તેને ગણધરદેવ જિતેન્દ્રિય જિન કહે છે. આ પહેલા પ્રકારની સ્તુતિ ૩૧ મી ગાથામાં આવી ગઈ છે. હવે સમ્યગ્દ્રષ્ટિ જીવ ભેદજ્ઞાનના બળ વડે ભાવ્ય-ભાવકસંકરદોષને જીતે છે તેની અહીં વાત છે.
જે આત્મા ભેદજ્ઞાનના બળ દ્વારા, ઉદય તરફના વલણવાળા ભાવને ન થવા દેતાં, દૂરથી ઉદયથી પાછો વળીને, જ્ઞાયકભાવને અનુસરીને સ્થિરતા કરે છે તેને ભાવ્યભાવક- સંકરદોષ ટળે છે. ‘દૂરથી જ પાછો વળીને’ એટલે શું? ભાવક એવા ઉદયને અનુસરીને આત્માની પર્યાયમાં વિકારી ભાવ્ય થયું અને પછી તેનાથી હઠે, પાછો વળે એમ નહિ. પરંતુ ભેદજ્ઞાનના બળથી ઉદયમાં જોડાયો જ નહિ અર્થાત્ ઉદ્રય તરફનો વિકારી ભાવ્ય થયો જ નહિ તેને દૂરથી પાછો વાળ્યો એમ કહેવાય છે. સ્વભાવ તરફના વલણથી પર તરફનું વલણ છૂટી ગયું તેને ‘દૂરથી જ પાછો વળીને’ એમ કહ્યું છે. અહાહા! ભેદજ્ઞાનના બળ દ્વારા અર્થાત્ જ્ઞાયકભાવ તરફના વિશેષ ઝુકાવથી ‘પરથી ભિન્ન હું એક જ્ઞાયક છું’ એમ અંતરસ્થિરતાની વૃદ્ધિથી જેને ઉદ્રય તરફની દશા જ ઉત્પન્ન ન થઈ તેને ભાવ્યભાવક-સંકરદોષ દૂર થયો અને તેણે મોહને જીત્યો છે. અહો! કેવળી અને શ્રુતકેવળીઓએ કરેલી એ જિતમોહ જિનના સ્વરૂપની કથની કેવી અલૌકિક હશે!
કેટલાક લોકો એમ માને છે કે જેવો કર્મનો ઉદ્રય આવે તેવો ભાવ જીવમાં થાય જ; તથા કર્મ નિમિત્તપણે થઈને આવે છે તેથી જીવને વિકાર કરવો જ પડે છે. પરંતુ એમ નથી. જીવ પોતે કર્મના ઉદયને અનુસરે તો ભાવ્ય-વિકારી થાય. પરંતુ ભેદજ્ઞાનના બળ વડે કર્મથી દૂરથી જ પાછો વળી ઉદ્રયને અનુસરે નહિ તો ભાવ્ય-વિકારી થાય નહિ. ઉદ્રય જડ કર્મની પર્યાય છે અને વિકાર આત્માની પર્યાય છે. જડની પર્યાય અને આત્માની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે. તેથી ઉદ્રય આવે તે પ્રમાણે વિકાર થાય કે કરવો પડે એમ નથી.
મોહકર્મ છે એમ એની અસ્તિ સિદ્ધ કરી. હવે તે ફળ દેવાના સામર્થ્યરૂપે પ્રગટ