૧૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ થયું-એટલે કે સત્તામાંથી તે પાકમાં-ઉદયમાં આવ્યું. જો જીવ તેને અનુસરીને ભાવ્ય- વિકાર કરે તો ઉદ્રયને ભાવકપણે પ્રગટ થયો એમ કહેવાય, અને મોહરૂપ થનાર જીવને ભાવ્ય કહેવાય છે. ભાવ્ય આત્માને ભેદજ્ઞાનના બળ દ્વારા દૂરથી જ પાછો વાળવાથી ઉદ્રય તરફનું લક્ષ છૂટી જાય છે અને પોતાના સ્વભાવ ઉપર લક્ષ જાય છે. આને મોહનું જીતવું કહે છે. જે સમયે ઉદય આવ્યો તે સમયે જ, સાથે જ રાગનો અભાવ હોય છે, પછી નહિ; કારણ કે ઉદય આવ્યો ત્યારે તેના અનુસારે પરિણમન ન થયું અને તેથી રાગ ઉત્પન્ન જ થયો નહિ.
અહાહા! એક-એક લીટીમાં કેટલું ભર્યું છે? લોકોનાં ભાગ્ય છે કે સમયસાર જેવું શાસ્ત્ર રચાઈ ગયું. આમાં તો મહામુનિઓએ સત્ના ઢંઢેરા પીટયા છે. શું અદ્ભુત ટીકા છે! આવી ટીકા ભરતક્ષેત્રમાં કયાંય નથી. અહા! વીતરાગી મુનિઓને આનંદમાં ઝુલતાં ઝુલતાં વિકલ્પ આવ્યો અને આ શબ્દોની રચના થઈ ગઈ, કરી નથી. તે સમયે શબ્દોની પર્યાય થવાની હતી તેથી થઈ છે. ટીકાના શબ્દોની પર્યાયની જન્મક્ષણ હતી તેથી થઈ છે. વિકલ્પ આવ્યો તેથી ટીકા થઈ છે એમ નથી. ટીકાના શબ્દો આ સ્વરૂપે પરિણમવાના હતા જ, માટે પરિણમ્યા છે. તે કાળે વિકલ્પને નિમિત્ત કહેવાય છે.
ક્ષાયિક સમક્તિી કે મુનિને પણ ભાવક-નિમિત્તના લક્ષે પોતાથી ભાવ્યરૂપ થવાની લાયકાત પર્યાયમાં છે. તેથી ભાવક ઉદયના કાળે તેને અનુસાર જો પ્રવૃત્તિ કરે તો આત્માને ભાવ્ય કહેવાય છે. આ ભાવ્ય-ભાવક સંકરદોષ છે. આવો જે ભાવ્ય આત્મા તેને ભેદજ્ઞાનના બળ વડે અર્થાત્ પોતાના પુરુષાર્થ વડે પર તરફના વલણથી જુદો પાડયો. તેથી પરના લક્ષવાળી વિકારી દશા જ ઉત્પન્ન ન થઈ. ઉદ્રય તો ઉદયમાં રહ્યો અને પોતાના પુરુષાર્થ વડે આત્માને ઉદયથી ભિન્ન કરતાં-પાછો વાળતાં મોહ ઉત્પન્ન જ થયો નહિ અને તેથી ભાવ્ય-ભાવક સંકરદોષ દૂર થઈ ગયો. નિમિત્તનું અનુસરણ છૂટતાં, તેને અનુસારે જે પોતાનો પુરુષાર્થ થતો હતો તે હવે ઉપાદાનને અનુસરીને થાય છે. તેથી ભાવક એવા મોહકર્મના અનુસારે થતી અસ્થિરતારૂપ ભાવ્ય દશા પણ થતી નથી. સમકિતીને ભગવાન આત્માનો આશ્રય તો છે જ. પરંતુ જ્યાં સુધી પોતાનો (અસ્થિરતારૂપી) ઊંધો પુરુષાર્થ છે ત્યાં સુધી ભાવ્ય થવાને તે લાયક છે. તેથી જો કર્મનો વિપાક આવે ત્યારે તેને અનુસરે તો ભાવ્ય-ભાવકની એક્તા થાય છે. પરંતુ જો સવળો પુરુષાર્થ કરે અર્થાત્ નિજ સ્વભાવના વિશેષ આશ્રય દ્વારા દૂરથી જ ઉદયથી પાછો વળે તો ભાવ્ય-ભાવકની એક્તા થતી નથી. જે ભાવ્ય વિકારી થતું હતું તે ન થયું તે એનું જીતવું છે.
જે સત્તામાં મોહકર્મ છે તે હવે ફળ દેવાના સામર્થ્યથી ઉદયમાં આવે છે. તે સમયે જ્ઞાનીની પર્યાયમાં તેને અનુસરીને અસ્થિરતારૂપ ભાવ્ય થવાની યોગ્યતા પણ છે. આ પ્રમાણે બન્નેની અસ્તિ સિદ્ધ કરી. હવે તે જ્ઞાની આત્મા બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને નિમિત્ત