Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4145 of 4199

 

૨૨૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ આમ દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત રત્નો અંદર સ્વભાવરૂપે આત્મામાં પડયાં છે તે અંતર- એકાગ્રતાના પુરુષાર્થથી બહાર પર્યાયરૂપે પ્રગટ થાય છે. આવો મારગ છે.

સાધકને કિંચિત્ રાગ રહી જાય ને આયુષ્ય પૂરું થઈ જાય તો તે સ્વર્ગમાં જાય છે. ત્યાંથી મનુષ્યપણે અવતરીને અંતરના સાધનથી-નિજ સ્વભાવના સાધનથી તે સિદ્ધ થાય છે. અહા! ધર્મીની દ્રષ્ટિમાં તો નિરંતર પોતાનો ભગવાન આત્મા જ તરવરતો હોય છે, તે સિવાય વ્યવહારનો ભાવ હોય છે તેને તે હેય જ જાણે છે. અહાહા...! જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ તેને હેય જ થઈ ગયો હોય છે. અહા! અલૌકિક ચૈતન્યનિધાન અંદર ભાળ્‌યાં એને પુણ્યથી શું કામ છે? હવે એને પુણ્યનું લક્ષ જ નથી. શું થાય? અરેરે! એણે નિજઘરની અનંત અલૌકિક રિદ્ધિની કોઈ દિ’ વાત સાંભળી નથી.

પ્રશ્નઃ– તો લોકો (ધર્મી પુરુષો પણ) જાત્રાએ કેમ જતા હશે? ઉત્તરઃ– જે ક્ષેત્રથી પરમાત્મા સિદ્ધ થયા હોય તેની સમશ્રેણીએ ઉપર સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા બિરાજે છે તેનું સ્મરણ થાય તે માટે જાત્રા છે. પણ એ શુભભાવ છે; વ્યવહારે જાત્રા કહેવાય, નિશ્ચય જાત્રા તો એવા રાગને છોડી અંદર સ્વરૂપમાં ઠરે ત્યારે થાય છે. આવી વાત છે. શું થાય? વાદવિવાદે જગતને મારી નાખ્યું છે. (આમ ને આમ) સત્ને સમજવાના દિવસો ચાલ્યા જાય છે ભાઈ! તું માને કે હું મોટો થાઉં છું, પણ વાસ્તવમાં તું મૃત્યુની સમીપ જાય છે બાપુ! હમણાં આ નહિ સમજે તો કયારે સમજીશ? (એમ કે પછી સમજવાનો દાવ નહિ હોય).

અહા! જેણે સ્વ-આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ કર્યો તેને એ નિશ્ચત છે કે અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈને સિદ્ધદશા થશે. આમ આત્મા બહુરૂપીઓ છે, ઉપાય અને ઉપેય-એમ બન્નેરૂપે પોતે જ પરિણમે છે, સાધક અને સિદ્ધપણે પોતે જ થાય છે.

* ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આ આત્મા અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રને લીધે સંસારમાં ભમે છે.’ જુઓ, જીવ કર્મને લઈને સંસારમાં રખડે છે એમ નહિ, પણ અનાદિ કાળથી એને જે સ્વસ્વરૂપનાં વિપરીત શ્રદ્ધાન-જ્ઞાન ને આચરણ છે તેને લીધે તે સંસારમાં રખડે છે. જીવ કર્મના નિમિત્તે સંસારમાં રખડે છે એવું કથન શાસ્ત્રમાં આવે ખરું, પણ એ તો વ્યવહારનયની કથની છે, વાસ્તવમાં એમ છે નહિ.

શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા પોતે છે, તેનાથી વિપરીત રાગની ને કર્મની શ્રદ્ધા તે મિથ્યા શ્રદ્ધા છે, પોતે જ્ઞાનાનંદ-સ્વરૂપ છે તેનું જ્ઞાન ન કરતાં રાગનું ને કર્મનું જ્ઞાન કરવું તે મિથ્યાજ્ઞાન છે. આ મિથ્યાશ્રદ્ધાન ને મિથ્યાજ્ઞાન તે સંસાર-પરિભ્રમણનું મૂળ છે.

કળશટીકામાં ‘નમઃ સમયસારાય’ ઇત્યાદિ પહેલા કળશમાં આવે છે કે-“શુદ્ધ જીવને સારપણું ઘટે છે. સાર અર્થાત્ હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું, કારણ કે અજીવ પદાર્થને-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને-અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનહાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને સારપણું ઘટતું નથી.” જુઓ, શું કીધું આ? કે ૧૪૮ પ્રકૃતિ અજીવ છે, ને સંસારી જીવ રાગી છે-તેને જાણતાં જાણનહારને જ્ઞાનેય નથી ને સુખેય નથી. એક જ્ઞાયકના જ્ઞાન વિના પરવસ્તુને જાણવાથી કોઈ જ્ઞાન અને સુખ થતું નથી. એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, સંસારનું કારણ છે.

નિગોદના જીવો પણ મિથ્યા શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ પ્રચુર ભાવકલંકને લઈને જ ત્યાં ને ત્યાં નિગોદમાં સબડે છે. અહા! નિત્ય નિગોદમાં રહેલો જીવ કે જે કોઈ દિવસ ત્રસ નહિ થાય તેય પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપથી વિપરીત એવા રાગમાં રમણતા કરવાને લીધે જ સંસારમાં રવડે છે. આ મૂળ વાત છે. હવે પોતે પરિભ્રમણ કેમ કરે છે એની ખબર ન મળે અને માની લે કે કર્મ રખડાવે છે તો તે પોતાની ભૂલ કયારે જાણે અને કયારે ટાળે? ભાઈ, આ ભૂલ મટાડવાનો અવસર ચાલ્યો જાય છે હોં.

હવે કહે છે-‘તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે અનુક્રમે