૨૩૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः।। २६७।।
અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમ-એ બન્ને વડે [इह उपयुक्तः] પોતામાં ઉપયુક્ત રહેતો થકો (અર્થાત્ પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો) [अहः अहः स्वम् भावयति] પ્રતિદિન પોતાને ભાવે છે (- નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે), [सः एकः] તે જ એક (પુરુષ), [ज्ञान–क्रिया–नय–परस्पर–तीव्र– मैत्री–पात्रीकृतः] જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, [इमाम् भूमिम् श्रयति] આ (જ્ઞાનમાત્ર નિજભાવમય) ભૂમિકાનો આશ્રય કરે છે.
ભાવાર્થઃ– જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે, તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત-સમિતિ-ગુપ્તિરૂપ) શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે (-અનુભવે છે) તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે (-રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે), એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે.
જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ-ત્યાગનું સ્વરૂપ અને ફળ ‘પંચાસ્તિકાય-સંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું. ૨૬૭.
‘यः’ જે પુરુષ ‘स्याद्वाद–कौशल–सुनिश्चल–संयमाभ्याम्’ સ્યાદ્વાદમાં પ્રવીણતા તથા (રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમ-એ બન્ને વડે ‘इह उपयुक्तः’ પોતામાં ઉપયુક્ત રહેતો થકો (અર્થાત્ પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો) ‘अहः अहः स्वं भावयति’ પ્રતિદિન પોતાને ભાવે છે (-નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે).
અહાહા...! અહીં સ્યાદ્વાદની પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ-એમ બે વાત લીધી છે. ત્યાં સ્યાદ્વાદની પ્રવીણતા એટલે શું? કે દ્રવ્યસ્વરૂપમાં, ભગવાન ત્રિકાળી એક જ્ઞાયકમાં નિમિત્ત, રાગ કે પર્યાય નથી, ને નિમિત્ત, રાગ કે પર્યાયમાં ભગવાન જ્ઞાયક નથી, અહાહા...! આવું સ્વના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્ધાનરૂપ પરિણમન થાય તે સ્યાદ્વાદની પ્રવીણતા છે. ‘શુદ્ધ’માં રાગાદિ નહિ, ને રાગાદિમાં ‘શુદ્ધ’ નહિ-એવું જ્ઞાનનું પરિણમન તે સ્યાદ્વાદની પ્રવીણતા છે. તથા જેમાં અશુદ્ધ પરિણતિનો ત્યાગ વર્તે છે એવી સ્વસ્વરૂપની રમણતા, સ્થિરતા, નિશ્ચલતા તે સંયમ છે. અહીં કહે છે-સ્યાદ્વાદની પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ-એ બે વડે જે પુરુષ પોતામાં ઉપયુક્ત રહેતો થકો, ઉપયોગને પોતામાં જ સ્થિર કરતો થકો પ્રતિદિન પોતાને ભાવે છે તે આ ભૂમિકાને અર્થાત્ સાધકપણાને પામે છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
અહા! જેને સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થયું તેને સ્વ-આશ્રયે સુનિશ્ચળ સંયમ પ્રગટ થાય છે. જ્ઞાન-શ્રદ્ધાન થવામાં સ્વભાવ સન્મુખતાનો જે પુરુષાર્થ છે તેનાથી સુનિશ્ચલ સંયમ થવામાં ચારિત્રનો અનેક ગુણો પુરુષાર્થ હોય છે. અહાહા...! ચારિત્ર એટલે શું? જે ચૈતન્યસ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસ્યું ને શ્રદ્ધામાં આવ્યું તેમાં વિશેષપણે ચરવું, રમવું, ઠરવું, જમવું તેનું નામ ચારિત્ર છે. અહાહા...! જેમાં પ્રચુર આનંદનાં ભોજન થાય એવી સ્વાનુભવની સુનિશ્ચલ દશા તેને ચારિત્ર કહે છે. અશુદ્ધતાનો ત્યાગ થઈ શુદ્ધ રત્નત્રય પરિણતિનું પ્રગટ થવું એનું નામ સંયમ અર્થાત્ ચારિત્ર છે.
છ કાયની દયા પાળવી તેને સંયમ કહે છે ને? હા, છ કાયની દયા પાળવી તેને સંયમ કહેલ છે, પણ એ તો ભેદરૂપ સંયમ છે. વાસ્તવમાં એ શુભરાગ છે,