अथ भाव्यभावकभावाभावेन–
जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज्ज साहुस्स। तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं।। ३३ ।।
तदा खलु क्षीणमोहो भण्यते स निश्चयविद्भिः।। ३३ ।।
હવે, ભાવ્યભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિ કહે છેઃ-
નિશ્ચયવિદોથકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩.
ગાથાર્થઃ– [जितमोहस्य तु साधोः] જેણે મોહને જીત્યો છે એવા સાધુને [यदा] જ્યારે [क्षीणः मोहः] મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ [भवेत्] થાય [तदा] ત્યારે [निश्चयविद्भिः] નિશ્ચયના જાણનારા [खलु] નિશ્ચયથી [सः] તે સાધુને [क्षीणमोहः] ‘ક્ષીણમોહ’ એવા નામથી [भण्यते] કહે છે.
ટીકાઃ– આ નિશ્ચયસ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી, જેવો (પૂર્વે) કહ્યો તેવા જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જિતમોહ થયો, તેને જ્યારે પોતાના સ્વભાવભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદ્રય ન થાય-એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય, ત્યારે (ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્યભાવનો પણ અભાવ થાય છે અને એ રીતે) ભાવ્યભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ (નિશ્ચલ) પરમાત્માને પ્રાપ્ત થયેલો તે ‘ક્ષીણમોહ જિન’ કહેવાય છે. આ ત્રીજી નિશ્ચયસ્તુતિ છે.
અહીં પણ પૂર્વે કહ્યું હતું તેમ ‘મોહ’ પદને બદલી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન, સ્પર્શન-એ પદો મૂકી સોળ સુત્રો (ભણવાં અને) વ્યાખ્યાન કરવાં અને આ પ્રકારના ઉપદેશથી બીજાં પણ વિચારવાં.