तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेदव्वं।। ३४ ।।
तस्मात्प्रत्याख्यानं ज्ञानं नियमात् ज्ञातव्यम्।। ३४ ।।
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪.
ગાથાર્થઃ– [यस्मात्] જેથી [सर्वान् भावान्] ‘પોતાના સિવાય સર્વ પદાર્થો [परान्] પર છે’ [इति ज्ञात्वा] એમ જાણીને [प्रत्याख्याति] પ્રત્યાખ્યાન કરે છે-ત્યાગે છે, [तस्मात्] તેથી, [प्रत्याख्यानं] પ્રત્યાખ્યાન [ज्ञानं] જ્ઞાન જ છે [नियमात्] એમ નિયમથી [ज्ञातव्यम्] જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
ટીકાઃ– આ ભગવાન જ્ઞાતા-દ્રવ્ય (આત્મા) છે તે અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પરભાવોને, તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહિ વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને, ત્યાગે છે; તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી-એમ આત્મામાં નિશ્ચય કરીને, પ્રત્યાખ્યાનના (ત્યાગના) સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ (આત્માને) હોવા છતાં પણ, પરમાર્થથી જોવામાં આવે તો પરભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે-એમ અનુભવ કરવો.
ભાવાર્થઃ– આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે. તે નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી. ઉત્થાનિકાઃ–
આ રીતે અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા અને શરીરનું એકપણું તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો. શું કહે છે? અનાદિથી અજ્ઞાનીને રાગ અને શરીરમાં સાવધાની હોવાથી તે જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યને