Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 441 of 4199

 

૧૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ રાગ અને શરીર સાથે એકપણું માનતો હતો. તે આ એકપણાના સંસ્કારથી અપ્રતિબુદ્ધ હતો. જુઓ, કોઈ કહે કે આ સમયસાર મુનિ માટે છે તો એમ નથી. અહીં તો જે શરીર અને આત્માને એક માને છે એવા અત્યંત અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવ્યું છે.

હજારો રાણીઓ છોડીને દિગંબર જૈન સાધુ થઈ, ર૮ મૂળગુણ પાળી નવમી ગ્રૈવેયકે ગયો. પરંતુ આનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુની ખબર નહિ હોવાથી, શરીરને જ આત્મા માનતો હતો. બહારથી આત્મા રાગથી ભિન્ન છે એમ કહે, પણ અંદર જે શુભ ક્રિયાકાંડનો રાગ અવસ્થામાં પ્રગટ હતો તેમાં જ પોતાપણું માનતો હતો. પોતે શું ચીજ છે અને પોતાનું અસ્તિત્વ-હોવાપણું-મોજૂદગી કેવી રીતે છે એનો ખ્યાલ નહિ હોવાથી ‘હું આત્મા છું’ એમ કહેતો હોવા છતાં રાગાદિને જ આત્મા માનતો હતો. રાગાદિથી પૃથક્ પોતાની જ્ઞાયકવસ્તુની દ્રષ્ટિ થઈ નહિ. તેનો અનુભવ થયો નહિ એટલે કયાંક પરમાં- રાગાદિમાં જ પોતાપણું માનતો હતો. અગિયાર અંગનો પાઠી હોય એટલે બહારથી ‘રાગ અને આત્મા ભિન્ન છે’ એમ ભાષામાં બોલે, પણ અંતરમાં રાગ અને આત્માની એક્તા તોડી નહિ. અહાહા! અગિયાર અંગમાં કેટલું જાણવું આવે? પહેલા આચારાંગમાં ૧૮ હજાર પદ હોય છે અને તે એક એક પદમાં પ૧ કરોડ જાજેરા શ્લોક છે. બીજા અંગમાં તેનાથી બમણા ૩૬ હજાર પદ હોય છે. આમ એક એકથી બમણા એમ અગિયાર અંગ સુધી લઈ લેવું. આ બધુંય કંઠસ્થ કર્યું, પરંતુ અંદરમાં વિકલ્પથી ભિન્ન, નિર્વિકલ્પ ચૈતન્ય આનંદકંદ છે એની દ્રષ્ટિ, એનો અનુભવ અને એનું વેદન કર્યું નહિ તેથી તે અત્યંત અપ્રતિબુદ્ધ હતો. ભાઈ! આ તો અંતરની ચીજ છે. તે અંતરના સ્પર્શ વિના મળે એવી નથી.

આવી રીતે જે અત્યંત અપ્રતિબુદ્ધ હતો તે હવે તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી જ્ઞાની થયો. રાગથી ભિન્ન ચૈતન્યજ્યોતિનો ભાસ થતાં ‘પોતે જ્ઞાયકસ્વરૂપ જ હું છું’ એવો અનુભવ થયો તેથી જ્ઞાની થયો. ‘ચૈતન્ય જ્ઞાનજ્યોતિસ્વરૂપ હું છું’ એવો વિકલ્પ નહિ, પણ તેવી પરિણતિનો પ્રગટ ઉદય થતાં, જેમ નેત્રમાં વિકાર હોય તે દૂર થતાં વસ્તુ જેવી હોય તેવી દેખાય છે તેમ, તે પ્રતિબુદ્ધ થયો. જેમ કોઈ પુરુષના નેત્રમાં વિકાર હોય ત્યારે વર્ણાદિક પદાર્થો અન્યથા દેખાય છે. પણ જ્યારે વિકાર મટે છે ત્યારે પદાર્થો જેવા હોય તેવા દેખાય છે. તેવી રીતે પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઉઘડી જવાથી પ્રતિબુદ્ધ થયો, સાક્ષાત્ જ્ઞાતા-દ્રષ્ટા થયો. અહીં જે કર્મની વાત કરી છે તે નિમિત્તનું કથન છે. ખરેખર તો સ્વભાવનું ભાન થતાં, મિથ્યા શ્રદ્ધાનને લીધે જે ભાવઘાતીની અવસ્થા થતી હતી અને જેના કારણે આત્મદશા પ્રગટ નહોતી થતી તે દૂર થવાથી પોતે સાક્ષાત્ જ્ઞાતાદ્રષ્ટા થયો.

આત્મા વસ્તુ સ્વભાવથી તો જ્ઞાતા-દ્રષ્ટા છે જ. એવા જ્ઞાતા-દ્રષ્ટા-સ્વભાવનું ભાન થતાં મિથ્યા શ્રદ્ધાનો નાશ થઈ પર્યાયમાં જ્ઞાતાદ્રષ્ટાપણું પ્રગટ થયું તેને સાક્ષાત્ જ્ઞાતા-દ્રષ્ટા થયો